SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભગવાન! પંચમંગલમહાભુત સ્કંધનું વિનયપધાન અત્યંત દુષ્કર બતાવ્યું. આ તપની સેવામાં રોકાવું બાલજીવોથી કેમ બને? હે ગૌતમ! જે કોઈ આ નિયંત્રણાને ન ઈચ્છે અને પંચમંગલ મહાગ્રુતસ્કંધસૂત્રને ઉપધાન કર્યા સિવાય ભણે, ભણાવે, ભણાવનારનું અનુમોદન કરે, તે પ્રિયધમી ન હોય, દઢધમી ન હોય, અને ભક્તિમાન ન બને, અને સૂત્રની હીલના કરે, અર્થની હલના કરે, અને સૂત્ર અર્થ ઉભયની હીલના કરે, અને ગુરુની હલના કરનારો બને, જે સૂત્રની અને યાવ-ગુરુની હીલના કરનાર હોય, તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનાર થાય, અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરનારો થાય. જે શ્રુતજ્ઞાન, અરિહંત સિદ્ધ અને સાધુઓની આશાતના કરનારો થાય તે અનંત સંસાર સમુદ્રમાં રઝળે, અને સંવૃત વિવૃત ચોરાશી લાખ સંખ્યાવાળી શીત ઉગ અને મિશ્ર યોનિમાં લાંબો કાળ નિયંત્રણા ભોગવે.” પરંતુ ઉપધાન ર્યા પહેલાં જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે પણ અવસર મળ્યું વિલંબ કર્યા સિવાય વિધિપૂર્વક અવશ્ય ઉપધાન વહન કરી લેવા. હમણાં તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વિગેરેની અપેક્ષાએ લાભાલાભ વિચારીને ઉપધાન ર્યા સિવાય નવકારમંત્ર વિગેરેનું પઠન-પાઠન કરાતું દેખાય છે, તે આચરણાથી છે, આચરણાનું લક્ષણ કલ્પભામાં અને ઉપદેશપદમાં બતાવ્યું છે કે“કોઈ મહાનુભવ ગીતાર્થ પુરશે જે આચર્યું હોય, તેને બીજા ગીતાએ સાવદ્ય ન હોવાથી, નિષેધ્યું ન હોય, પણ ઘણાઓએ અનુમોધું હોય, તે આચરણા કહેવાય. આ આચરણા જિનાજ્ઞા સમાન જ છે.” એમ ભાષાદિક સૂત્રમાં કહ્યું છે. મહાકવિનં, અન્ય વયિતિ મખ્વા/ આયરિ તુ ગત્તિ વયમો સુવ મન્નતિ “સરળ મહાનુભાવે જે અનવદ્ય આચર્યું, અને ગીતાર્થ પુરુષોએ નિવાર્યું ન હોય, તે આચરણા પણ આજ્ઞા છે. એ વચનથી મધ્યસ્થ પુરુષો તેને બહુ માન્ય કરે છે.” એમ જાણવું. ૩-૩૫૮ પ્રશ્ન: શ્રી વીરભગવાનનું તીર્થ કેટલા કાળ સુધી ચાલશે? ઉત્તર:–ભગવતી સૂત્રના વશમા શતકના આઠમા ઉદેસાને અનુસાર એકવીસ હજાર વર્ષો સુધી ચાલશે. વળી- તિત્ય મં! તિર્યં? નિત્ય નિત્યં? સિન પ્રશ્ન-૧૩]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy