SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ = ઉત્તર :— પ્રતિષ્ઠારહિત જિનબિંબોને વાંદવાનો વ્યવહાર નથી માટે લાભ ક્યાંથી પણ આશાતના કરવામાં તો હાનિ થાય છે જ. કારણ કે તેમાં તીર્થંકરનો આકાર દેખાય છે. ૨-૨૬ા થાય? પ્રશ્ન: બાર બોલના પટમાં અને હીરપ્રશ્નમાં માનુસારી આ પદ કહેલ છે, તેનો શો અર્થ? “દુરાગ્રહનો ત્યાગ કરવાથી જે તત્ત્વબોધ થાય, તે માર્ગાનુસારિતા ” એમ વૃંદાવૃત્તિમાં બતાવ્યું છે. તે અર્થ લેવો ? ” કે કોઈ બીજો? ઉત્તર :— અભયદાન વગેરે ધર્મ કાર્યોમાં જેને કદાગ્રહ નથી તેનું ધર્મય માર્ગાનુસારી છે. જેને કદાગ્રહ છે તે માર્ગાનુસારી નથી એમ જાણેલ છે. તેમજ— मग्गो आगमनीई, अहवा संविग्गबहुजणाइन्नं । उभयानुसारिणी जा, सा मग्गणुसारिणी किरिया ॥ “આગમનીતિ માર્ગ છે, અથવા ઘણા સંવિગ્ન પુરુષોએ જે આચરેલ છે, તે માર્ગ છે, માટે ઉભયને અનુસરતી ક્રિયા માર્ગાનુસારી છે.” એમ શ્રી દેવેન્દ્રસૂરિકૃત ધર્મરત્ન પ્રકરણની ગાથા છે. તેનું સવિસ્તર વર્ણન તેની ટીકામાં છે. ૨-૨૭ના પ્રશ્ન: આવશ્યકસૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર વિગેરેના યોગમાં પાટણના મગ, ઘઉંના લાડવા, કેટલાક વહોરે છે, અને કેટલાક લેતા નથી, તેનું શું કારણ? ઉત્તર :— વહોરતા નથી એમ વૃદ્ધપરંપરા છે. ર-૨૭૧૫ પ્રશ્ન: હૈમ વ્યાકરણમાં અનાવશ્વમાથાય: ?-રૂં આ સૂત્રમાં-સમાહાર હંસમાસ હોવાથી સ્ત્રીલિંગ કર્યું છે તે કેવી રીતે થાય? કેમકે-તે સમાસમાં નપુંસક લિંગ થઈ જાય, તેથી ીકે હસ્વઃ આ સૂત્રથી સ્વપણું પામવું જોઇએ. ઉત્તર:— સૂત્રત્યાઙેવન હસ્વત્વ-સૂત્રપણું હોવાથી જ સ્વપણું ન થયું એમ જાણવું. ૨-૨૭૨॥ પ્રશ્ન: તસ્થિતવચ્ચેનોાસ્યાન્ ૨-૪ આ સૂત્રમાં અન્ત શબ્દનું ગ્રહણ કેમ ર્યું? કેમકે- છઠ્ઠી વિભક્તિએ દેખાડેલું કાર્ય તે તેના અંતને થઇ શકે છે.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy