SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. કાજાનો ઉદ્ધાર કરવો જોઈએ. II૨-૨૫૨૫ પ્રશ્ન: દશાર્ણભદ્રના અધિકારમાં હાથીના મુખ વિગેરેની વિપુર્વણા ઈંદ્રે પોતે કરી કે ઐરાવણ દેવે કરી ? ઉત્તર :— “હાથીના મુખ વિગેરેની વિકુર્વણા ઐરાવણ દેવે કરી” એમ આવશ્યકચૂર્ણિ વિગેરેમાં છે, અને આવશ્યક ટીકા વિગેરેમાં તો, તે બધું ઈંદ્રે પોતે બનાવ્યું એમ છે. ૫૨-૨૫૩ા પ્રશ્ન: સૂવાવડવાળી કડવામતવાળા ગૃહસ્થની સ્ત્રી એક માસ સુધી કોઇ પણ ચીજને અડકતી નથી, અને રાંધવાની ક્રિયા કરતી નથી, અને આપણા સમૂહમાં તો દશ દિવસ જ સાચવે છે? તેનું કેમ ? ઉત્તર :— દશ દિવસ સૂવાવડી બૈરી સંઘટ્ટા વગેરે ન કરે, તેમ લોકરીતિ છે. તેમાં પણ દેશ વિશેષે કાંઇક ફેરફાર પણ છે. ૫૨-૨૫૪૫ પંડિતશ્રી વિષ્ણુ ઋષિ ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: સત્તરભેદી પૂજા દિવસે ભણાવવી સુઝે? કે રાત્રિએ પણ સુઝે? ઉત્તર :— દિવસે જ પૂજા ભણાવાય; પણ રાત્રિમાં નહિ. તીર્થ વિગેરે સ્થળે કદાચિત્ રાત્રિએ પૂજા કરવી પડે તો, તે કારણિક જાણવી. ૫૨-૨૫૫૫ પ્રશ્ન: પક્ષી પ્રતિક્રમણની મુહપત્તિ પડિલેહ્યા બાદ વંદિત્તા સૂત્રનો આદેશ પોસાતિ સિવાયના શ્રાવકને આપવો સુઝે ? કે નહિ ? ઉત્તર :— મુખ્ય વૃત્તિએ પોસાતીને આદેશ અપાય છે, એમ વૃદ્ધપુરુષોનું વચન છે, પરંતુ તેમાં એકાંતપણું જાણ્યું નથી.૨-૨૫૬॥ પ્રશ્ન: પક્ષી પ્રતિક્રમણમાં છીંક ક્યાં સુધી નિવારાય ? ઉત્તર :— ચૈત્યવંદનથી માંડી મોટીશાંતિ સુધી છીંક નિવારવી” એમ પરંપરા છે ॥૨-૨૫૭ના પ્રશ્ન : ઉપધાનની આલોયણમાં અથવા બીજી આલોયણમાં આસોમાસની અસજ્ઝાયમાં કરેલ તપસ્યાવાળાઓને ત્રણ દિવસ ગણતરીમાં ન આવે? કે બાર દિવસ ગણતરીમાં ન આવે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy