SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ પ્રશ્ન : કેવલિ ભગવંતને પટ્ટધરો હોય ? કે નહિ ? ઉત્તર :— પટ્ટધરો હોવાનું ચોખ્ખું પ્રગટપણે જણાય છે, કેમકે પરિશિષ્ટ પર્વમાં ચોથા સર્ગને છેડે કહ્યું છે કે “નિર્વાણ સમય પ્રાપ્ત થયો, ત્યારે સંપૂર્ણ સો વર્ષવાળા સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને ગણના અધિપતિ બનાવ્યા, જંબૂસ્વામીએ પણ તીવ્ર તપ તપતાં કેવલજ્ઞાન પામી ભવ્ય પ્રાણીઓને બોધ પમાડયો. વીરભગવાનના મોક્ષના દિવસથી ચોસઠ વર્ષ ગયા, ત્યારે જંબૂસ્વામી કાત્યાયન ગોત્રીય પ્રભવ સ્વામીને પોતાના સ્થાને સ્થાપી કર્મક્ષય કરી મોક્ષે ગયા,” આ વચનને અનુસારે પટ્ટધરો હોય. ૫૨-૧૭૫ ॥ પ્રશ્ન: હે ભગવાન! એક જીવને એક ભવમાં કેટલા જીવો પુત્રપણે થાય ? હે ગૌતમ ? જઘન્યથી-એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી લાખ પૃથત્વે પુત્રપણે પ્રાપ્ત થાય છે. ” એમ ભગવતીસૂત્રના શતક બીજાના પાંચમા ઉદ્દેશામાં છે. આમાં એક ભવગ્રહણ એ શબ્દનો અર્થ શો થાય છે? ઉત્તર :— એક સમયમાં સથ-સહસ્ત્ર-પુત્તું આ વાક્યમાં પૃથક્ત શબ્દ છે, તેનો અર્થ બહુ થાય છે. જે તેમ ન હોય, તો તેની ટીકામાં-’એક સંયોગમાં પણ માછલાં વિગેરેની ઉત્પત્તિ અને નિપજવું લાખ પૃથનું ક્યું, અને મનુષ્યોની ઉત્પત્તિ તેટલીજ બતાવી છે, તો આખા ભવની તો વાતજ શી કરવી? તેથી વિવસ-મુહુર્ત્ત-વધુત્તે ઇત્યાદિકની પેઠે જાતિવાચક હોવાથી એક વચનમાં સમજવો. ૫૨-૧૭૬॥ પ્રશ્ન : આઉળ (આવળ)ના દાતણમાં કેટલાકો બહુ દોષ કહે છે, તે સત્ય છે? કે નહિ? તેમજ આવલના દાતણમાં બોરડી અને બાવલના દાતણ કરતાં જીવો અલ્પ છે? બહુ છે? કે તુલ્ય છે? ઉત્તર :— પન્નવણાના પહેલા પદમાં ગુચ્છાધિકારમાં આવલના મૂલ-કંદ -બંધ-છાલ-શાખા-અને પ્રવાલ એ દરેકમાં અસંખ્યાત જીવ કહ્યાં છે, તે અનુસારે બોરડી અને બાવળમાં પણ છ સ્થાનકોમાં અસંખ્યાત જીવો સંભવે છે, પણ ન્યૂન કે અધિક સંભવતા નથી. ॥ ૨-૧૭૭॥ " પ્રશ્નઃ લન્દિકનો પાંચનો ગણ હોય, પરંતુ તેના કલ્પનો કેટલો કાળ હોય ? પરિહાર વિશુદ્ધિતપની પેઠે ૧૮ માસનો કાળ હોય કે ન્યૂનાધિક હોય ? ઉત્તર :— યથાલન્દિક તપના કાળપ્રમાણમાં તો પરિહાર વિશુદ્ધિક સાધુની ભલામણનુ [સેન પ્રશ્ન-૭...]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy