SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ વેળાયે ગણાય કે નહિ? ઉત્તર:-કાળ વખતે આચારપ્રદીપ વિગેરે ગ્રંથોમાં તમામ નિર્યુક્તિ-ભાષ્ય વિગેરે ગાથાઓનું પઠન પાઠન નિષેધ્યું છે.ર-૧૬રા પણ: યોગવિધિમાં મહાનિશીથ સૂત્રના અધ્યયનના જે ઉદેશાઓ બતાવ્યા છે, તેમાંથી હાલ કોઇ ઉો ઓળખી શકાય કે નહિ? ઉત્તર:- યોગવિધાનમાં બતાવેલા મહાનિશીથના ઉદ્દેશાની હાલ ઓળખાણ પડતી નથી. કેમકે તેની પ્રતો વિગુણ (અસ્ત વ્યસ્ત) છે, અને તેના ઉપર ટીકા ન હોવાથી બરાબર જાણી શકાતું નથી.ર-૧૬૩ પ્રશ્ન: પૌષધ લીધા પહેલાં સઝાય તથા દેવવંદન કર્યું હોય, અને પછી પોસહ લીધો હોય, અથવા ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, તો ફરીને સજઝાય, દેવવંદન વિગેરે કરવું જોઈએ? કે નહિ? ઉત્તર:–પહેલાં દેવવંદન વિગેરે કર્યું હોય, તો પોસહ લીધા પછી કરવાની જરૂર નથી, તેથીજ સરે છે એમ વૃદ્ધ પુરુષોનું કહેવું છે. (સક્ઝાય હાલ પછીજ કરાય છે.) ર-૧૬૪ પ્રશ્ન: પોસાતીઓ ત્રણેય સંધ્યાએ વિસ્તાર પૂર્વક દેવવંદન કરે છે, તેને માટેનો પાઠ ક્યાં છે? મધ્યાહ્નકાળમાં દેવવંદનની સામાચારી તો પૌષધવિધિ પ્રકરણ વિગેરેમાં દેખાય છે. ઉત્તર:–ો કે પોસાતી શ્રાવકોને મધ્યાકાળેજ દેવવંદન કરવાનું સામાચારી વિગેરે ગ્રંથોમાં જોવામાં આવે છે, તો પણ पडिक्कमओ गिहिणोवि हु, सगवेला पंचवेल इयरस्स। पूआसु तिसंजासु अ, होइ तिवेला जहन्नेणं ॥१॥ પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને પણ સાત વખત ઈતરને પાંચ વખત અને ત્રણ સંધ્યામાં પૂજા કરનારને જઘન્યથી ત્રણ વખત ચૈત્યવંદન હોય છે. આવા અક્ષરો હોવાથી ત્રિકાલપૂજા સંબંધીપણે અને પરંપરાથી આવેલા હોવાથી ત્રણેય કાળ દેવવંદન યુક્ત જ છે.ર-૧૬પા પ્રશ્ન: દિનચર્યા વિગેરે ગ્રંથોમાં સંગહિદ સંહિતાવરિ આવો આદેશ પડિલેહણમાં સવાર સાંજ માગવાનું જોવામાં આવે છે, આપણે તેવો આદેશ માગતા નથી, તેનું શું કારણ?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy