SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર:–“વષકાળમાં જ્યાં ચોમાસું રહ્યા, તે પૂરું થયા છતાં, ત્યાં અને પાંચ ગાઉ સુધીના સંવિન્નક્ષેત્રમાં કારણ વિના બે માસમાં સાધુઓને વસ વહોરવું કલ્પ નહિ,” એમ નિશીથચૂર્ણિના ૧૦ મા ઉથ્થામાં કહ્યું છે. ૧-૧૨૮ : જાતિસ્મરણ જ્ઞાનથી સંખ્યાતભવ જણાય? કે અસંખ્યાત ભવ જણાય? ઉત્તર:–“જાતિસ્મરણ પણ ગતસંખ્યાતભવના બોધસ્વરૂપ મતિજ્ઞાનનો ભેદજ છે,” એમ કર્મચંથની ટીકા અને આચારાંગની ટીકાના અનુસારે સંખ્યાત ભવ જાણી શકે, એમ જણાય છે. ૧-૧૨૯૫ પ્રશ્ન: ચોવિહાર ઉપવાસ કર્યો હોય, તેણે સાંજે પ્રતિક્રમણ વખતે ગુરુ પાસે તે જ પચ્ચકખાણ કરવું? કે નહિ? પોતાના મનથી કરે તો ચાલે? કે નહિં? તે પ્રમાણે છ8 પચ્ચકખાણીને બીજે દિવસે તે પ્રમાણે? કે બીજી રીતિએ કરવું? ઉત્તર:- સવારે ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કરનારે સાંજે મનથી સ્મરણ કરવું, પણ ફરી કરવું નહિ, તે જ પ્રકારે છઠ્ઠવાળા માટે સમજવું..૧-૧૩વા શ્ન: દિગાચાર્ય શબ્દનો શો અર્થ? ઉત્તર:–“સમયને પિછાણી સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુની રજા આપે, તે દિગાચાર્ય” એમ યોગશાસ્ત્ર ટીકામાં પ્રાથવિવૃિજ્ય એ શ્લોકની વ્યાખ્યામાં અર્થ કહ્યો છે. ૧-૧૩૧ પ્રશ્ન: કમિહર નામનો અજમો સચિત્ત છે? કે અચિત? ઉત્તર:–કુમિહિર નામના અજમાનો વૃદ્ધપુરુષો અચિત્ત તરીકે વ્યવહાર કરે છે. ૧-૧૩ર a: પંચમી અને અષ્ટમીએ શ્રી નેમિક એ સ્તુતિ તથા સંસાલાવા સ્તુતિ કહેવીજ જેથ” એવો નિશ્ચય છે? કે નેમિનાથ અને મહાવીરની બીજી સ્તુતિઓ પણ કહેવાય? ઉત્તર:–“પાંચમ આઠમે શ્રમિક અને સંસાલાવા સ્તુતિ સિવાય બીજી - સ્તુતિ ન કહેવાય” એવો નિયમ જાણ્યો નથી, પણ આવડતી હોય તો ઘણું કરીને તે બે કહે..૧-૧૩૩
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy