________________
૩૦
પ્રશ્ન: ભગવતીજીમાં શ્રાવકોને પંદર કર્માદાનનો નિષેધ બતાવ્યો છે, તો તેનું સેવન કલ્પે ? કે નહિ ?
ઉત્તર :—શ્રાવકોને પંદર કર્માદાનનો નિષેધ મૂળ નિયમ છે, પણ અપવાદપદે તો જેની છોડી શક્વાની શક્તિ ન હોય, તો તે શકટાલ વિગેરેની પેઠે તે કરે પણ છે. ૧-૧૦૩ ॥
ઉપાધ્યાય શ્રી વિજયરાજગણિના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: સંભોગ કરવાને ઇચ્છતા શુક્ર વિગેરે દેવો દેવીઓ સાથે મૈથુન-કીડા દેવલોકના વિમાનમાં કરે ? કે બહાર કરે ?
ઉત્તર :— “શક વિગેરે દેવો દેવલોકમાં પોતપોતાની સુધર્મસભામાં દેવીઓ સાથે કામભોગ કરતા નથી. કેમકે-તેમાં રહેલા માણવક સ્તંભના દાબડામાં રહેલ શ્રી જિનેશ્વરોની દાઢાઓની આશાતના થાય,” આ અભિપ્રાય ભગવતી દશમાશતકના પાંચમા ઉદ્દેશામાં છે, તે સૂચક હોવાથી સિદ્ધાયતનને છોડી બીજે સ્થાનકે કામભોગ કરે છે, એમ સંભવે છે. ॥ ૧-૧૦૪॥ પ્રશ્ન: ઉત્તરાધ્યયનના પ્રથમ અધ્યયનમાં Żથિ શબ્દ રૂઢ છે? કે યૌગિક છે?
ઉત્તર:-ધ્વથિ શબ્દ અન્વર્થવ્યુત્પત્તિ-રહિત હોવાથી હૈમવ્યાકરણના મતે રૂઢ છે. અને નામ ચ ધાતુપ્ત ધાતુ થકી નામ બને છે.” આવા શાકટાયનના મતે સર્વનામ મધ્યે પડેલ હોવાથી યૌગિક પણ છે. અને તેનો અર્થ ભિક્ષુક હોવાનું જણાય છે. ॥ ૧-૧૦૫॥
પ્રશ્ન: દ્રુમપત્રક અધ્યયનમાં આનંનવીમાવ શબ્દ છે, તેનો અર્થ જણાવવા કૃપા કરશો.
ઉત્તર :— આજંજવીભાવ શબ્દનો અર્થ “સતતપણે થવું” એવો અર્થ સિદ્ધાન્ત વિષમપદપર્યાય પુસ્તકમાં છે. લિંગાનુશાસન વિવરણમાં તો સંસારના પર્યાય તરીકે જોવામાં આવ્યો છે. ॥ ૧-૧૦૬ ॥
ઉપાધ્યાય શ્રી ધર્મવિજયગણિના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: તીર્થંકર દેવોના પૂર્વભવની સંખ્યા પહેલવહેલાં સમકિત પામ્યા ત્યારથી ગણવી? કે પાછળના સમકિત માત્રની અપેક્ષાએ ગણવી ? જો “પ્રથમ