SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Ur: દેરાસરમાં જિનેશ્વરની સમક્ષ કપાળમાં તિલક કરતાં પડદો આડો કરવો કે નહિ ? ઉત્તર :— “પડદા વિના તિલક ન કરાય” તેવા અક્ષરો જોયા નથી. ॥ ૧-૯૫ ॥ ys: : પ્રતિક્રમણમાં વાંદણાના અવસરે શ્રાવકોએ મુહપત્તિ શુદ્ધભૂમિમાં મૂકી વાંદણા દેવા? કે કટાસણા ઉપર મૂકીને દેવા? ૨૮ ધોળાનું એકજ ઉત્પત્તિ સ્થાન હોય, તેવો નિયમ જાણ્યો નથી. કેમકે-રાતાને નજીકની ખાણમાં ઉપજવાનો સંભવ છે. ૧-૯૪ા ઉત્તર :— પ્રતિક્રમણમાં શ્રાવકો મુહપત્તિ શુદ્ધભૂમિમાં મૂકે અથવા ચરવળા ઉપર મૂકે, બીજે નહિ, એમ વિધિ છે. ૧-૯૬॥ પ્રશ્ન: : કાંજીનું જળ અભક્ષ્ય છે, માટે ઉપવાસીને કેવી રીતે કલ્પે ? – ઉત્તર :— જેનું બીજું નામ આરનાલ છે, તે કાંજીજલ. તેમાં જે દરરોજ ઉનું ઓસામણ નંખાતું હોય, તો અભક્ષ્ય થતું નથી. તેથી ઉપવાસી સાધુને શુદ્ધ ઉષ્ણ જલ ન મળતું હોય, તો સૂત્રમાં બતાવેલ હોવાથી કલ્પે છે. પણ રાઇ વિગેરેના સંસ્કારવાળું હોય, તો ન કલ્પે. આ પ્રમાણે ઓસામણ પણ સૂત્રોક્ત હોવાથી ક્લ્પ છે. તેનું આહારપણું તો થતું નથી. કેમકે-તેવો અભિપ્રાય નથી.૧-૯૭ા પ્રશ્ન: તેનંતાતી અદ્ધા અળાયના અનંતમુળા.. આ ગાથાએ કરી “અતીતકાલ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે.” અને ભગવતી સૂત્રમાં “ગયેલા કાલ કરતાં આવતો કાલ સમય અધિક વ્હેલ છે.” તે કેવી રીતે ? ઉત્તર :~ ભગવતીટીકામાં બારમા શતકના બીજા ઉદ્દેશામાં જ્યન્તીના પ્રશ્નમાં બતાવ્યું છે કે- “હું જ્યુન્ની! અતીત અને અનાગત આ બન્નેય કાલ તુલ્ય છે” આ વચને બન્નેયનું તુલ્યપણું છતાં,નવતત્ત્વમાં “અતીત કાલ કરતાં ભવિષ્ય કાલ અનન્ત ગુણો છે” એમ કહેલ છે. તે મતાન્તર છે એમ સમજાય છે. સૂત્રમાં ભવિષ્યકાળનું સમયાધિકપણું કહ્યું, તે વર્તમાન સમયની અપેક્ષાએ કહેલ છે. તેની અપેક્ષા ન કરીએ, તો તે બન્નેય કાળ તુલ્ય છે. હવે આમાં તુલ્યપણાની યુક્તિ અને અનાગતની અનન્તગુણપણાની યુક્તિ તે તે ગ્રંથોથીજ જાણી લેવી. ૫૧-૯૮
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy