SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ (અંતર્મુહૂર્તનો) બાકી રહે, તે વખતે બાંધે, તેથી ઓછો કાલ આયુષ્યબંધમાં હોય નહિ,” એમ ઠાણાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છેવટમાં કહ્યું છે. પરંતુ સંયતિ રે-નારસંહતિરિના છમાસા દેવ, નારકી, અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધે તેમની સાથે ઠાગાંગટીકાનું ઉપરનું વચન કેવી રીતે બંધ બેસતું આવશે? ઉત્તર:-સંપતિ તેલના આ વચન પ્રાયિક છે. તેથી કેટલાક દેવ-નારકીઓ પોતાના ભવનો અંતર્મુહૂર્ત કાલ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે તે મતાન્તર હોવાથી વિસંવાદ આવતો નથી.in૧-૩૯ પ્રશ્ન: પન્નવાણા સૂત્રના ત્રીજા પદમાં ભવસિદ્ધિ કારમાં બતાવ્યું છે કે “અભવ્યો કરતાં ભવ્યજીવો અનન્તગુણા છે.” કેમકે-એક ભવ્ય નિગોદમાં જીવની જે સંખ્યા હોય, તેના અનન્તમા ભાગે સિદ્ધના જીવો હોય, અને વ્ય-જીવરાત્તિ-નિકોલાહલેયા નો-"લોકમાં ભવ્ય જીવરાશિના નિગોદો અસંખ્યાતા હોય.” આ વચનમાં નિગોદનું ભવ્ય એવું વિશેષણ આપ્યું છે. તેથી લોકમાં કેવળ ભવ્ય જીવોની ભરેલી નિગોદો હોય, તો-કેવળ અભવ્ય જીવોની ભરેલી નિગોદ પણ લોમાં હોય કે નહિ? ઉત્તર:-નિગોદનું ભવ્ય એવું જે વિશેષણ આપ્યું છે, તે ભવ્ય જીવોની પ્રધાનતા બતાવવા માટે છે. તેથી તે જ નિગોદમાં અભવ્ય જીવોનો પણ સમાવેશ થઈ જાય છે. પરંતુ લોકમાં ભવ્ય તથા અભવ્ય જીવોની જુદી જુદી નિગોદો કહેલી નથી. ૧-૪૦ પ્રશ્ન: “ઈશાન-સૌધર્મ-જ્યોતિષચક-વ્યત્તરનિકાય-અસુર-કુમાર આદિ દરેક નિકાયમાં દેવો કરતાં દેવીઓ બત્રીશગણી અને બત્રીશરૂપ અધિક છે,” એમ પન્નવણામાં મહાદંડકમાં કહ્યું છે. બીજે ઠેકાણે તો તિગુણ તિવવાદમાં ત્રણગણી ત્રણરૂપ અધિક કહી છે. તેથી આ બંને બાબતનો મેળ કેવી રીતે થાય? વળી પન્નવણાસૂત્રમાં સનસ્કુમાર આદિ દેવો કરતાં દેવીઓનું અધિકપણું બતાવ્યું નથી. ઉત્તર – જ્ઞાન વિગેરે દેવલોકમાં દેવોની અપેક્ષાએ જે દેવીઓ બત્રીશગુણી બત્રીશરૂપ અધિક કહી છે, તે ઈશાન વિગેરે દેવલોકના દેવોને ભોગ્ય
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy