________________
ઉચ્છાહે કહે કિહાં માહિતર વડઈ ગામંતર ચાલ્યાં ધન પુઠે ગયું ઘર છરણ થયું પ્રથમ લહી દુ:ખ સાલ્યાં ઈમ કરતાં છ મહિના વોળ્યા કાંત્યામાં સુખ વિલક્ષ્યાં ગર્ભ રહ્યો તવ કહે ધણિયાણી ધન પાખે શું કરસ્યાં ૪ બાલધ તવચાર્લે ગૃહિણી ધન કાંઈ લઈ ઘરણી મોકલાવી ચાલ્યો શીખ જ દેઈ એહવે તેણે નયરે વાંઝિયો વણિગ વિ૫ત્નો ખણખાડે ઘાત્યોમાંહિ મતિસંપનો સંપને ચારે વહુ તેડી બાલધમાં જઈ નિરખે ઉઠો ઉપાડયો સાસુ વહુએ ઘરમાં મેલ્યો હરખિ ચિહું પાસે ચારે મન હરણી કહે સુખ વિલસો અહિ લીહી ગઈ સુખનો ખંડ આવ્યો ગામાઇમ કહિ નાહિં ૫ ઈમ સુખ ભોગવતાં બાર વરસ તિહાં જાવે સુત ચારે હુઆ બાલધિ આવી સુધી પાવે એહનાં જે કોઈ તે ખપ કરસ્ય હેજ નહીં દેખે તિવારે રાય દેખાડશે તેજ તેજવંત બેટા છે ત્યારે લખમીના ધણી થાપ્યા કાઢચ્ચે નર એહને વહુએ એહનો હોય તે આપો સજાઈ કીધી મોદક બાંધ્યા છાના રતન લેઈ ભૂલે ઉધ્યો ઉપાડયો સાસુયે બાલધિમાં જઈ મહેલે ધરણી ધરણી કહે બેટા બાલધિ આવી પાડોશી પૂછયા સુદ્ધિ કશી નવિ પામી ટાંડે જઈ સુતસું પૂછયા કિહ નવિ દીઠો રોવે તવ રે મનમાં દુ:ખ પેઠો દુ:ખે રોવે જોવે તરુણી ખાટલડી તે દીઠી પુરૂષ જગડયો તવ ઓળખીયો તે વેળા થઈ મીઠી બાર વરસસ્તુ સૂઈ રહીઆ સાથ ઉપરાજ વલીઓ દેહ ભલું છે સુતો હોતો સાથ અનેરો મિલીઓ ૭ સ્ત્રી કહે મ્યું લાવ્યા પૂરી જણ નવિ દેખું
સક્ઝાય સરિતા