________________
વાર બૃહસ્પતિ શોભતો રે પૂનમ દિન શુભ ખાસ... ભવિકજન૦ ૧૧ તપગચ્છ મંડન સેહરો રે દાનરતન સૂરિ રાય
મલુકરતન શિષ્ય શોભતા રે આણંદહરખ ન માય... ભવિકજન૦ ૧૨
પ્રતાપ પૂરણ ગિરૂઆ ધણી રે શિવરતન તસ શીશ
હોકાનાં ફળ ઈમ કહ્યાં રે ખુશાલરતન સુજગીશ... ભવિકજન૦ ૧૩
[?] ૪૩૨. હોંશનો અતિરેક ન કરવા વિષેની સજ્ઝાય હોશીડા ભાઈ ! હોંશ ન કીજે મોટી
વાવી છે બંટી-બાજરી તો શાલિ કેમ લહીયે ચૂંટી રે...
જેણે દીધું તેણે લીધું જે દેશે તે લેશે જેણે નવિ દીધું તેણે નવિ લીધું દીધા વિના કેમ લેશે રે...
હોશીડા ભાઈ ૧
વાવ્યા વિના કર્ષણ કેમ લહીયે સેવ્યા વિના કેમ ઠરીયે પુણ્ય વિના મનોરથ શા મોટા ? દીધા વિના કેમ લહીયે રે... હોશીડા ભાઈ ૩
શાલિભદ્ર ધન્નો યવન્નો મૂળદેવ ધનસાર પુણ્ય વિશેષે પ્રત્યક્ષ પામ્યા અલવેસર અવતાર રે...
શીશાની અકોટી આપી આપી તરૂઆની ત્રોટી તે સોનાર કને કેમ માગીશ સોનાની કરી મ્હોટી રે...
એવું જાણીને રૂડું ફુલજ પામી કરજો ધર્મ સખાઈ સાધુ હર્ષ કરજોડી વિનવે, છોડી દેજો અન્યાઈ રે...
હોશીડા ભાઈ૦ ૨
૬૯૮
હોશીડા ભાઈ ૪
હોશીડા ભાઈ ૫
હોશીડા ભાઈ ૬
સજ્ઝાય સરિતા