________________
૪૩૧. હોકાની સજઝાય હોકો રે હોકો શું કરો રે હોકો તે નરકનું ઠામ જીવ હણાયે અતિ ઘણા રે વાયુકાય અભિરામ,
ભવિકજન ! મૂકો હોકાની ટેવ ૧ સુખપામો સ્વયમેવ, ભવિકજન !
જ્યાં લગે હોકો પીજીયે રે ત્યાં લગે જીવ વિનાશ પાપ બંધાયે આકરાં રે દયાતણી નહિં આશ... ભવિકજન૨ જે પ્રાણી હોકો પીવે રે તે પામે બહુ દુ:ખ ઈમ જાણીને પરિહરો રે પામો બહોળું સુખ... ભવિકજન૦ ૩ ગજ લગે ધરતી બળે રે જીવ હણાયે અનંત જે નર હોકો મેલશે રે તસ મળશે ભગવંત... ભવિકજન૦ ૪ દાવાનલ ઘણા પરજળે રે હોકાનાં ફળ હ નરકે જાશે બાપડા રે ધર્મ ન પામે તેહ... ભવિકજન૫ એકેન્દ્રી બેઈદ્રિમાં રે ફિરે અનંતી વાર છેદન-ભેદન-તાડના રે તિહાં લહે દુ:ખ અપાર... ભવિકજન. ૬ વ્યસની જે હોકાતણા રે તલપ લાગે જબ આયા વનમાં વૃક્ષ છેદી કરી રે અગ્નિ પ્રજવલિત કરાય... ભવિકજન૦ ૭ તિહાં પર્કાયના જીવની રે હિંસા નિરંતર થાય હોકાનું જળ જિહાં ઢોળીયે રે તિહાં બહુજીવ હણાય... ભવિકજન, ૮ પોતે પાપ પૂરણ કરે રે અન્યને થે ઉપદેશ વળી અનુમોદન પણ કરે રે ત્રિકરણે થાયે ઉદ્દેશ... ભવિકજન૦ ૯ મુખ ગંધાયે પીનારનું રે બેસી ન શકે કોઈ પાસ જગમાં પણ રૂડું નહીં રે પુષ્ય તણો થાય નાશ... ભવિકજન. ૧૦ સંવત અઢાર ને છોતેર રે ઉજવલ શ્રાવણ માસ
ઈસક્ઝાય સરિતા
૬૯૭