SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ પૂછતા કહ્યો મહાવીરે રે એ સયલ અધિકાર, નવકારવાળી વંદીયે લબ્ધિ કહે ભવિયણ સુણો ગણજો ભણજો રે નિત્યનિત્ય શ્રીનવકાર... | નવકારવાળી વંદીયે ૯ ૩૮૦. નાણાવટીની સજઝાય હો નાણાવટી ! નાણું નિર્ભય ખરૂં પરખાવી લેજે તને ધૂતી જશે પારખસરનું નિરમલ નજરે જોજે આ શહેરમાં ઠગ બહુ આવે છે, તે તો ખોટા રૂપિયા લાવે છે સહુ સંસારને મન ભાવે છે... હો નાણાવટી 1 ચૌટે બેસી લેજે નાણું ખરું-ખોટું પરખી સવિ જાણું તારે આ અવસર રળવા ટાણું... હો નાણાવટી. ૨ હાટે બેસી વેપાર કરજે કોથળીમાં નાણું ખરું ભરજે કપટીની સંગત પરિહરજે... હો નાણાવટી) ૩ અહીં રૂપૈયા-સિક્કા સહી ચાલે તારું પારખું હોય તો પારખી લે જો ખોટા હશે તો નહિં ચાલે... હો નાણાવટી ૪ તું તો લોભી શહેરનો છે રાજા તને લોભે મળીયા ઠગઝાઝા જેહવા રાજા તેહવી પ્રજા... હો નાણાવટી ૫ તું તો માઝમ રાતનો વહેપારી તારી પરદેશે ચિઠ્ઠીઓ ચાલી તારા નામની હુંડીઓ શિકારી... હો નાણાવટી. ૬ નહિં જાણે કપટીની વાતો ખોટે નાણે રખે તું લલચાતો તું તો સુરત શહેરનો વટ વાતો.. હો નાણાવટી ૭ ઈમ બોલે વિવેકવિજય વાણી કવિ રૂપવિજય દિલમાં આણી તમે સાંભળજો ભવિયણ પ્રાણી... હો નાણાવટી. ૮ ૩૮૧. નિદ્રાની સજઝાય વેરણ નિદ્રા ! તું ક્યાંથી રે આવી સુઈ સૂઈને સારી રાત ગમાવી.. ૧ નિદ્રા કહે હું તો બાલીને ભોળી મોટા મોટા મુનિવરને નાખું છું ઢોળી... ૨ નિદ્રા કહે હું તો જમડાની દાસી એક હાથમાં મુકિતને બીજા હાથમાં ફાંસી... ૩ ચાલો ચેતનજી ! સિદ્ધાચલ જઈએ આદીશ્વર ભેટીને પાવન થઈએ... ૪ આનંદઘન કહે સુનો ભાઈ બનીયા આપ મૂઆ પછી ડૂબ ગઈ દુનીયા.. ૫ // સક્ઝાય સરિતા ૬૫૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy