________________
આંબલ તપ ઉત્કૃષ્ટો કહ્યો વિઘન વિદારણ કારણ લહ્યો વાચક કીર્તિવિજય સુપસાય ભાખે વિનય વિજય ઉવજ્ઞાય.. સમરી ૧૧
૩૩૬. આયંબિલની સજ્જાયો (૨) ગુરુ નમતાં ગુણ ઉપજે, બોલે આગમ વાણ; શ્રી શ્રીપાળને મયણા, સદા એ ગુણખાણ; શ્રી મુનિચંદ્ર મુનિસરુ, બોલે અવસર જાણ. ૧ આયંબિલનો તપ વર્ણવે, નવપદનવે રે નિધાન; કટ ટળે આશા ફળે, વાધે વસુધા વાન. શ્રી. ૨ રોગ જાયે રોગી તણાં, જાએ શોક સંતાપ; વહાલા વૃંદ ભેળા મળે, પુન્ય વધે ઘટે પાપ. શ્રી. ૩ ઉજ્જવલ આસો સુદિ થકી, તપ માંડ્યો તિણે જેહ; પૂરો તપ પૂનમ લગે, કામિની કંથ સનેહ. શ્રી. ૪ ચૈત્ર સુદી સાતમ થકી, નવ આયંબિલ નિરમાય; એમ એકાસી આયંબિલે, એ તપ પૂરો થાય. શ્રી. ૫ રાજનિષ્કટક પાલતો, નવશત વર્ષ વિલંબ દેશવિરતિપણું આદર્યું, કરવા કર્મ વિચ્છિન્ન. શ્રી. ૬ ગજ રથ સહસ તે નવ ભલાં, નવ લખ તેજી તોખાર; નવ કોટિ પાયદલ ભલું, નવ નંદન નવ નાર. શ્રી. ૭ તપ જપ ઉજવી તે થકી, લીધું નવમું સ્વર્ગ; સુરનરના સુખ ભોગવી, નવમે ભવ અપવર્ગ. શ્રી૦૮ હિંસવિજય કવિરાયનો, જિમ જલ ઉપર નાવ; આપ તર્યા પર તારશે, મોહન સહજ સ્વભાવ. શ્રી ૯
૩૩૭. આહાર-અણાહાર વિષેની સઝાય સમરૂ ભગવતી ભારતી પ્રણમી ગુરૂ ગુણવંતો રે સ્વાદિમ જે દુવિહારમાં સુઝે તે કહું કંતો રે... શ્રી જિનવચન વિચારીએ કીજીએ ધર્મ નિઃસંગો રે વ્રત પચ્ચખાણ ન ખંડીએ ધરીએ સંવર રંગો રે... શ્રી જિન૦ ૨ પીંપર સૂંઠ તીખા ભલા હરડે જીરૂ તે સાર રે
// સક્ઝાય સરિતા
૬૧૩