________________
જિન વયણે નર જાગિયા તે પામ્યા પરમ કલ્યાણરે
જંબુ આદે જોઈ લેજ્યો જગમાં જે હુઆ જાણરે... જીવ૦ ૧૮ એમ ભવ્યને ઉપદેશ ભાખે ‘ઉદયરતન’ઉવઝાય રે સાર શ્રી જિનવચને છે જગિ મુક્તિ જેહથી થાય રે... જીવ૦ ૧૧ ૩૩૫. આયંબિલની સજ્ઝાયો (૧)
સમરી શ્રુત દેવી શારદા સરસ વચન વર આપે સદા આંબીલ તપનો મહિમા ઘણો ભવિજન ભાવથકી તે સુણો... સમરી૦૧ વિગઈ સકલનો જિહાં પરિહાર અશન માંહી ઘણા ભેદવિચાર વિદળ સર્વ તિલ તુવેર વિના અલસી કોદ્રવ કાંગની મના... સમરી ૨ ખડધાન પુહૂક દુટ લ સર્વ વજે આંબીલને પર્વ ઓસામણ પરે જો જલ મિલે તો આંબીલ અંબીલ રસ ટળે... સમરી૦ ૩
બલવણ સૂંઠ મરીચ ને સૂઆ મેથી સંચલ રામઠ કહ્યા અજમાદિક ભેળ રંધાય તો આંબીલમાં લેવા થાય... સમરી૦ ૪
જીરૂ ભળે તે જે વડી કહી તે સૂઝે પણ જીરૂ નહીં ગોમૂત્ર વિના અછે અણાહાર તે સવિ લેવાનો વિવહાર... સમરી૦૫ સાઠિ જાતિ જે તંદુલ તણી તે સૂજતી આંબીલમાં ભણી
।
સેકેલ ધાન અપકવી દાળ માંડા ખાખર લેવા ટાળ... સમરી૦ ૬
હળદર લવિંગ પીંપર પીંપલી હરડે સીંધવ વેસણ વલી ખાદિમ સ્વાદિમ જે કહેવાય તે આંબીલમાં નવિ લેવાય... સમરી૦ ૭
ઉત્કૃષ્ટ વિષે ઉષ્ણ જલનીર જઘન્ય વિષે કાંજીનું નીર એમ નિર્દૂષણ આંબીલ કરે મુખ ધોવણ દાતણ નવિ કરે... સમરી૦ ૮
જે નિર્દૂષણ લિયે આહાર ઓદનનો તેહને વ્યવહાર આટો લિંગટ પાણી વતું તે પણ આંબીલમાં સૂઝતું... સમરી૦ ૯
અશઠ ગીતારથ અણ મચ્છરી જે જે વિધિ બોલે તે ખરી લાભાલાભ વિચારે જેહ વિધિ ગીતારથ કહીયે તેહ... સમરી૦ ૧
૬૧૨
સજ્ઝાય સરિતા