________________
અમલ૦ ૧૧
અમલ૦ ૧૩
કાયા કાળી મશ હુએ ગાબડી ગાળે નૂર મેરે લાલ... અમલ૦ ૮ પલક અવે જો લીએ તો આતમ અકુળાય મેરે લાલ નાક ચૂવે, નયણાં ઝરે કામ કરી ન શકાય મેરે લાલ.. અમલ૦ ૯ અધબિચ મારગમાં પડે જીવન મૃત્યુ સમાન મેરે લાલ હાથ પગોની નસ ગળે અમલી આવી શાન મેરે લાલ.. અમલ૦ ૧૦ આગરાઈ આછો કહ્યો માળવી માંહે ભેળ મેરે લાલ આપદશું ખરું નહીં મિસરીશું મન મેળ મેરે લાલ... નવટાંક જે નર જીરવે તસુ અહિવિષ ન જણાય મેરે લાલ અમલ ઘણું ખાધા થકી કંદર્પ બળ મિટ જાય મેરે લાલ... અમલ૦ ૧૨ અમલીને ઉનું રૂચે ટાટું નાવે દાય મેરે લાલ ખોભી રોટી ખાંટ થી ઉપર દૂધ સુહાય મેરે લાલ.. કુલવંતી જે કામિની જાણે જુગતિ સુજાણ મેરે લાલ કાંતિ વિખી ઋણ કરી અમલીને દીએ આણ મેરે લાલ... અમલ૦ ૧૪ પ્રીતમ આશા પૂરતી ન કરે રીશ લગાર મેરે લાલ કથન ન લોપે કંથનું તે વિરલી સંસાર મેરે લાલ... અમલ૦ ૧૫ દુર્ભાગણી નારી જીકા બોલી કર્કશ વાણ મેરે લાલ રે રે અધમ અફીણિયા આળશવંત અજાણ મેરે લાલ.. અમલ૦ ૧૬ પરણી જાઈ પારકી શું કીધું તેં ધીઠ મેરે લાલ પોતાનું પણ પેટ એ નિધુર બરાય ન નીઠ મેરે લાલ... અમલ૦ કાન કોટ ભૂષણ સહુ વેચી ખાધું તેહ મેરે લાલ નિર્લજ તુજ ઘરવાસમાં કહે સુખ પામ્યું જેહ મેરે લાલ... અમલ૦ ૧૮ અમલ સમો અસુગો નહીં માનો એ મુઝ શીખ મેરે લાલ બાળ સુંદર દેહડી અંતે મંગાવે ભીખ મેરે લાલ... અમલ૦ ૧૯ દારિદ્રીને દોહિલું સૂર ઉગ્યાનું શાલ મેરે લાલ શ્રીમંતને પણ નહીં ભલું જોતાં એ જંજાલ મેરે લાલ... અમલ૦ ૨૦
૬૧૦
સઝાય સરિતા