________________
મુનિએ શીલા ઉપર કર્યો સંથારો રે વન,
તિહાં પામ્યા કેવલજ્ઞાન મુનિ, મુનિ હીરવિજયે ગુરુ હીરલો રે, વન,
એમ લબ્ધિવિજય ગુણ ગાય મુનિ. ૭
૧૧. અર્જુન માળીની સજઝાય સદ્ગુરુ ચરણે નમી કહું સાર, અર્જુનમાળી મુનિ અધિકાર; ભવિ સાંભળો રૂડી રાજગૃહી પુરી જાણ, રાજ્ય કરે શ્રેણીક મહિરાણ. ભવિ સાંભળો ૧ નગરી નિકટ એક વાડી અનૂપ, સકળ તરૂ જીહાં શોભે સુરૂપ; ભવિ સાંભળો દીપે મુદ્ગર યક્ષ તિહાં દેવ, અર્જુનમાળી કરે તસ સેવ. ભવિ સાંભળો રે બંધુમતી, ગૃહિણી તસ જાણ, રૂપ યૌવને કરી રંભા સમાન; ભવિ સાંભળો એકદા અર્જુન ને રિયા દેવગેહ, ગયા વાડીયે બિહું ધરી નેહ. ભવિ સાંભળો ૩ ગોઠિલ પટુ નર આવ્યા તિવાર, વિકળ થયા દેખી બંધુમતી નર; ભવિ સાંભળો અર્જુનને બાંધી એકાંતે, ભોગવી બંધુમતી મનની હો ખાતે. ભવિ સાંભળો ૪ અર્જુન ચિતે મુરપાણિ આજ, સેવકની કરજે તું સાજ; ભવિ સાંભળો ઈમ નીસુણી યક્ષ પેઠો હો અંગ, -- બંધન તોડી ચાલ્યો મન રંગ. ભવિ સાંભળો ૫ ગોહિલ ષટનર સાતમી નાર, મુફ્ટરશું મારીને ચાલ્યો તે વાર; ભવિ સાંભળો દિન દિન ષટ્ટનરને એક નાર, - હણ્યા છ માસ લગે એક હજાર. ભવિ સાંભળો ૬ સાય સરિતા