________________
હય ગય રથ નર કોડી વિદ્યાધર, રહે ન નિત રાયા રાય રે,
બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કો નવિ૦ ૩
મરણ ભીતિથી કદાચિત જીવો, જો પેસે પાયાલે રે, ગિરિ દરિ વન અંબુધિમાં જાવે, તો ભી હરિયે કાળે રે. કો નવિ૦ ૪
અષ્ટાપદ જેણે બળે ઉપાડયો, સો દશમુખ સંહરીયો રે, કો જગ ધર્મ વિના નવિ તરીયો, પાપી કો નવિ તરીયો રે. કો નિવ૦ ૫
અશરણ અનાથ જીવ જીવન, શાંતિનાથ જગ જાણે રે, પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત્તે વખાણ્યો રે. કો નવિ૦ ૬ મેઘકુમાર જીવ ગજગતિમાં, સસલો શરણે રાખ્યો રે, વીર પાસે જેણે ભવભય કચર્યો, તપ સંયમ કરી નાખ્યો રે. કો નવિ૦ ૭ મત્સ્યપરે રોગી તડફ્કતો, કોણે નવિ સુખી કરીયો રે, અશરણ અનાથ ભાવના ભરીયો, અનાથી મુનિ નિસર્યો રે. કો નવિ૦ ૮ ૨૪૩. એકત્વભાવનાની સજ્ઝાય
આવ્યો પ્રાણી એકલો રે, પરભવ એકલો જાય,
પુણ્ય પાપ સાથે ચલે રે, સ્વજન ન સાથી થાય રે; પ્રાણી ! ધર જિનધર્મસું રંગ, પામો સુખ અભંગ રે. પ્રાણી૦ ૧ માલ રહે ઘર સ્ત્રી વળે રે, પોળે વળાવી કંથ,
સ્વજન વળે સમશાનથી રે, પ્રાણ ચલે પરપંથ રે. પ્રાણી૦ ૨ સ્વારથીયો મેળાવડો રે, સ્વજન કુટુંબ સમુદાય,
સુખદુ:ખ સહે જીવ એકલો રે, ફૂળમાં નહીં વહેંચાય રે. પ્રાણી૦ ૩ પ્રાણી ભોગ લખ આપીને રે, વસુમતિ કરી નિજ હાથ, ચક્રી-હરિ ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ રે. પ્રાણી૦ ૪ લખપતિ છત્રપતિ સૌ ગયા રે, રીદ્ધિ ન ગઈ તસ સાથ,
હાક સુણી જન થરથરે રે, તે ગયા ઠાલે હાથ રે, પ્રાણી ૫ અભિમાની રાવણ ગયો રે, જગ જશ લેઈ ગયો રામ,
સજ્ઝાય સરિતા
૫૩૫