________________
સામગ્રી સઘળી લહી રે મૂઢ મુધા મમ હારો રે ચિંતામણી દેવે દીયો રે હાર્યો જેમ ગમારો રે... મોરા જીવન રે ૪ લોહ કીલકને કારણે રે કુણ યાન જલધિમાં ફોડે રે ગુણકારણ કોણ નવ લખો રે હાર હીયાનો તોડે રે... મોરા જીવન રે ! બોધિયણ ઉવેખીને રે કોણ વિષયાર્થે દોડે રે કંકર મણિ સમોવડ કરે રે ગજ વેચે ખર હોડે રે... મોરા જીવન રે ૬ ગીત સુણી નટડી કરે રે સુકે ચિત્ત વિચાર્યું રે કુમારાદિક પણ સમજીયા રે બોધિરયણ સંભાયું રે... મોરા જીવન રે ૭
દુહા પરિહર હરિહર દેવ સવિ સેવ સદા અરિહંત દોષ રહિત ગુરૂ ગણધરા સુવિહિત સાધુ મહત... ૧ કુમતિ કદાગ્રહ મૂક તું શ્રુત ચારિત્ર વિચાર ભવજલ તારણ પોત સમ ધર્મ હિયામાં ધાર... ૨
ઢાળ ૧૨ : ધન ધનધર્મ જગ હિતકરૂ ભાખ્યો ભલો જિન દેવ રે ઈહ પરભવ સુખદાયકો જીવડા ! જનમ લગે સેવ રે ભાવના સરસ સુર વેલડી રોપ તું હૃદય આરામ રે સુકૃત તરૂ લહિય બહુ પસરતી સફળ ફળશે અભિરામ રે... ભાવના૦ ૧ ક્ષેત્ર શુદ્ધિ કરીય કરૂણારસે કાઢી મિથ્યાદિક સાલ રે ગુમિ વિહું કોપ રૂડી પરે નીક તું સમિતિની વાળ રે... ભાવના૦ ૨ સંચજે સુગુરૂ વચનામૃત કુમતિ કે થેર તજી સંગ રે કોઈ માનાદિક સૂકા વાનરા વારિ અનંગ રે... ભાવના, ૩ સેવતાં એહને કેવલી પન્નર સય તીન અણગાર રે ગૌતમ શિષ્ય શિવપુર ગયા ભાવતાં દેવગુરૂ સાર રે... ભાવના. ૪ શુક પરિવ્રાજક સીધો અર્જુનમાળી શિવલાસ રે
/ સઝાય સરિતા
૫૩૩