________________
ઢાળ ૯ : નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેતો રે આદરો વ્રત પચ્ચખાણ ચતુર ચિત્ત ચેતો રે પાપ આલોચો ગુરૂ કન્ડે ચિત્ત ચેતો રે ધરિયે વિન સુજાણ ચિત્ત ચેતો રે ૧ વૈયાવચ્ચ બહુવિધ કરો ચિત્ત ચેતો રે દુર્બળ બાળ ગિલાન ચિત્ત ચેતો રે આચારજ વાચક તણો ચિત્ત ચેતો રે શિષ્ય સાધર્મિક જાણ ચિત્ત ચેતો રે ૨ તપસી કુલ ગણ સંઘનો ચિત્ત ચેતો રે સ્થવિર પ્રવર્તક વૃદ્ધ ચિત્ત ચેતો રે ચૈત્ય ભક્તિ બહુ નિર્જરા ચિત્ત ચેતો રે દશમે અંગ પ્રસિદ્ધ ચિત્ત ચેતો રે ૩ ઉભયટંક આવશ્યક કરો ચિત્ત ચેતો રે સુંદર કરી સઝાય ચિત્ત ચેતો રે પોષણ સામાયિક કરો ચિત્ત ચેતો રે નિત્ય પ્રત્યે નિયમન ભાય ચિત્ત ચેતો રે ૪ કર્મસૂદન કનકાવલી ચિત્ત ચેતો રે સિંહ વિક્રીડિત હોય ચિત્ત ચેતો રે શ્રી ગુણરયણ સંવત્સરૂ ચિત્ત ચેતો રે સાધુ પડિમા દશ દોય ચિત્ત ચેતો રે ૫ શ્રત આરાધન સાચવો ચિત્ત ચેતો રે યોગ વહન ઉપધાન ચિત્ત ચેતો રે શુકલધ્યાન સૂવું ધરો ચિત્ત ચેતો રે આયંબિલ તપ વર્ધમાન ચિત્ત ચેતો રે ૬ ચૌદ સહસ અણગારમાં ચિત્ત ચેતો રે ધન ધન્નો અણગાર ચિત્ત ચેતો રે સ્વયંમુખ વીર પ્રશંસીયો ચિત્ત ચેતો રે બંધક મેઘકુમાર ચિત્ત ચેતો રે ૭
દુહા મન દારૂ તન નાલી કરી ધ્યાનાનલ સળગાવી કર્મ કટક ભેદન ભણી ગોળા જ્ઞાન ચલાવી... ૧ મોહ રાય મારી કરી ઉચો ચઢી અવલોય ત્રિભુવન મંડપ માંડણી જિમ પરમાનંદ હોય... ૨
ઢાળ ૧૦: દશમી લોકસ્વરૂપ રે ભાભના ભાવીએ નિસુણી ગુરૂ ઉપદેશથી એ... ૧ ઉર્ધ્વ પુરૂષ આકાર રે પગ પહોળા કરી કર દોય કટી રાખીએ એ.... ૨
સઝાય સરિતા
૫૩૧