________________
લેખન પૂજને આપવું શ્રુત વાચના ઉદ્ગાવો રે ભાવ વિસ્તાર સજઝાયથી ચિંતન ભાવન ચાહો રે... ૧૦ બીજ થી ભલી સાંભળી રોમાંચિત હુએ દેહ રે એહ અવંચક યોગથી લહિયે ધરમ સનેહ રે... ૧૧ સદ્ગુરૂ યોગે વંદનક્રિયા તેહથી ફલ હોએ જે હો રે યોગ - ક્રિયા - ફલ ભેદથી વિવિધ અવંચક એહો રે... ૧૨ ચાહે ચકોર તે ચંદ્રને મધુકર માલતી ભોગી રે તેમ ભવી સહજ ગણે હોયે ઉત્તમનિમિત્ત સંયોગી રે... ૧૩ એહ અવંચક યોગ તે પ્રગટે ચરમાવર્તે રે સાધુને સિદ્ધ દશા સમું બીજનું ચિત્ત પ્રવર્તે રે. ૧૪ કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું રે મુખ્યપણે તે ઈહાં હોએ ‘સુજસ” વિલાસનું ટાણું રે... ૧૫
ઢાળ ૨ : દર્શન તારા દષ્ટિમાં, મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન મન, શૌચ સંતોષ ને તપ ભલું મનમોહન મેરે સઝાય ઈશ્વર ધ્યાન મન, ૧ નિયમ પંચ ઈહાં સંપજે મનમોહન મેરે, નહિં કિરિયા ઉગ મન, જિજ્ઞાસા ગુણ તત્ત્વની મનમોહન મેરે પણ નહિં નિજ હઠ ટેગ મન૦ ૨ એહ દષ્ટિ હોય વરતતાં મનમોહન મેરે યોગક્યા બહુ પ્રેમ મન, અનુચિત તેહ ન આચરે મનમોહનમેરે વાળ્યો વળે જિમ હેમ મન૦ ૩ વિનય અધિક ગુણીનો કરે મનમોહન મેરે દેખે નિજ ગુણ-હાણ મન. વાસ ધરે ભવ ભય થકી મનમોહન મેરે ભવ માને દુઃખ-ખાણ મન. ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનમોહન મેરે શિષ્ટ કહે તે પ્રમાણ મન સુજસ' લહે એ ભાવથી મનમોહન મેરે ન કરે જૂઠ ડફાણ મન. ૫
ઢાળ ૩ : ત્રીજી દષ્ટિ “બલા’ કહીજી કાટ અગ્નિ સમ બોધ ક્ષેપ નહિ આસન સધેજી શ્રવણ સમીહા શોધ રે
જિનજી ! ધન ધન તુજ ઉપદેશ૦ ૧
// સક્ઝાય સરિતા
૫૦૫