________________
તે કારણ સાદન ભણી મૌની હોય મુનિ ભૂપ રે... સાધુજી૦ ૨ ભાષા પુદ્ગલ વરગણા, ગ્રહણ તે કર્મ ઉપાધિ રે
ટાળવા ધ્યાન દિશા ધરે, આતમ જ્ઞાન સમાધિ રે... સાધુજી૦ ૩ આતમ તત્ત્વ રૂચિ મુનિ, મુગતિ રમણી રસ રાતા રે
ધ્યાતા ચિદ્દન સંપદા, જગ બંધવ જગ ત્રાતા રે... સાધુજી૦ ૪ મધુર નિપુણ હિત મિત વધે, દવિધ ધર્મને દાખે રે
જ્ઞાન અમૃત આસ્વાદતા, વચન ગુમિ રસ ચાખે રે... સાધુજી૦ ૫ આતમ રૂચી શુચિતા મયી, સંજમ રથના ધોરી રે
ચઢતાં સંજમ શ્રેણીએ, વંદુ મુનિ કર જોડી રે... સાધુજી૦ ૬ વચન જોગના વાસના, વાસિત જોગના ચાળા રે
વશ કરતા મુનિ સંજમી, વરે મુતિ વરમાળા રે... સાધુજી૦ ૭ પંચાશ્રવ વિરતિ મુનિ, પંકજની પરે ન્યારા રે
તત્ત્વરસી ઉપશમ ભર્યા, લહે ભવવારિધિ પારા રે... સાધુજી૦ ૮ સાધન સાધે સાધ્યતા, શમ દમ સંવરવંત રે તસ પદ પદ્મવંદન કરી, રૂપવિજય ઉલ્લુસંત રે... સાધુજી૦ ૯
દુહો ઈન્દ્રિય દમન સાતમ રસી, સમિતિ ગુપ્તિ ત્રિવિધ અવંચક જોગયુત, લહે મુનિ ભવપાર...
૫૦૨
ધરનાર,
૧
ઢાળ ૮ :
ગુપ્તિ ત્રીજીરે સાધુજી સાચવો રે, કાયગુપ્તિ જસ નામ ત્રિવિધ અવંચક જોગે સાધતા રે, શુચિ સંયમ પરિણામ... ગુપ્તિ૦ ૧ અશુભાશ્રવ કિરિયા કરી ભવ ભમ્યો રે, પણ ન રમ્યો શુભ ભાવ ચંચળ જોગ તે આશ્રવ મૂળ છે રે, તજે મુનિ ધ્યાન પ્રભાવ... ગુપ્તિ સાધન સલ સાધ્ય પદ સાધવા રે, શુદ્ધ કરે અણગાર
કાળ લબ્ધિ સંહનનાદિક બળે રે, સાધે શુદ્ધ આચાર... ગુસિ॰ : સ્થિર ઉપયોગે નિર્મળ ધ્યાનમાં રે, સોહંપદ કરે જાપ
ધ્યાતા ધ્યાન ધ્યેય એકતત્વતા રે, કરી લહે પરમ સમાધ... ગુપ્તિ૦ અે
સજ્ઝાય સરિતા