________________
માયાવીને નિદ્રા નહિં રે, નહિં સુખનો લવલેશ, માયાવી ધર્મ ન ચિંતવે રે, પગ-પગ પામે કલેશ રે પ્રાણી ૪ રાત-દિવસ રહે ઝુરતો રે, માયા સેવનથી જીવ, દુર્ગતિમાં જઈ ઉપજે રે, પાડે નિરંતર રીવ રે. પ્રાણી ૫ માયાવી નર ફીટીને રે, પામે સ્ત્રીનો અવતાર, સ્ત્રી મટીને નપુંસક હોવે રે, એહી જ માયાને સાર રે. પ્રાણી, ૬ મણિવિજય કહે માયાને રે, વર્ષે ધન્ય નર જેહ, સંતોષે સુખી થઈ રે, શિવસુખ પામે તેહ રે. પ્રાણી, ૭
૨૩૨. કલહ-કજીયાંની સઝાય રાડ કલહ સવિ મૂલે નિવારે વિંધ્યા બોલ મા બોલો રે કલહ કરતા ભલપણ જાયે મર્મગાંઠ મમખોલો રે... વચન. ૧ વચન વિચારી ખમો રે ભાઈ ખમતાં ખિમાગુણ આવે રે ખમતાં દોષ ન ચડાવે કોઈ વિઘન વિલય સવિ થાવે રે... વચન૦ ૨ જિમતિમ કલહ કરંતા બોલે રીસવસે જીવ વાણી રે બંધ નિકાચિત તેહથી પાડે કડવા ફલ લહે પ્રાણી રે... વચન) ૩ જેમ તેમ નીચ લવે અણજાણ્યો ઉત્તમ હિયડે ન આણે રે પાન તરફડે વાયે અતિઘણું થડ નિશ્ચલ નિજ ઠાણે રે... વચન૪ શ્રાપ મદ્યો કરકડા મ માંડો કલહ કરંતા રીસે રે વચન તેણે અવસરે બોલાશે તે પોતે ભોગવશે રે... વચન૦ ૫ લોહતણાં કાંટા જેમ ખૂંચે તેહવા મર્મ વચન્ન રે સાલ ન શકશે તે કો કાઢી ખમશે તે ધન ધન્ન રે... વચન. ૬ હલુ થાવે અતિ બોલતો ખમતો થાય ગંભીર રે. ખિમા કરે નર ને નારી તે કહેવાયે ધીર રે... વચન. ૭ રીસવસે જો વચન બોલાયે તો પગે લાગી ખમાવો રે ક્રોધ અગ્નિ પરજલતો જાણી ખીમાજલે ઓલ્હાવો રે... વચન. ૮ જિણે મુખે રૂડાં નામ લેવાય તેણે કાં વિરૂઆ લીજે રે કૂરકપૂર અમીરસ જીમીયે તેણે કાં અશુચિ પીજે રે... વચન) ૯ કલહ કરંતા કીર્તિ નાસે ક્રોધી નામ ધરાવે રે જસકીર્તિ સૌભાગ્ય ન હોવે ભૂંડામાંહિ ગિણાવે રે... વચન, ૧૦
૪૯૨
સક્ઝાય સરિતા