SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ (ઢાળ ૧૨) કલહ તે બારમું પાપનું સ્થાન, દુર્ગતિવનનું મૂલ નિદાન, સાજન ! સાંભળો, મોટો રોગ કલહ કાચ કામળો; દંતકલહ જે ઘરમાણે હોય, લચ્છી-નિવાસ તિહાં નવિ જોય... સાજન- ૧ શું સુંદરી તું ન કરે સાર ? ન કરે નાપે કાંઈ ગમાર, સાજન, ક્રોધમુખી તું તુજને ધિક્કાર, તુજથી અધિક કુણ ? કલિકાર...સાજન ૨ સાહમું બોલે પાપિણી નિત્ત, પાપી તુજ પિતા જુઓ ચિત્ત; સાજન દંતકલહ ઈમ જેહને થાય, તે દંપતીને સુખ કુણ ઠાય ?... સાજન- ૩ કાંટે કાંટે થાયે વાડ, બોલે બોલે વાધે રાડ: સાજન જાણી મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત... સાજન- ૪ નિત્ય કલહણ કોહણશીલ, ભંડણશીલ વિવાદ ન શીલ; સાજન ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ... સાજન, ૫ કલહ કરીને અમારે જેહ, લઘુ ગુરૂ આરાધક હોય તેહ, સાજન કલહ શમાવે તે ધન્ન ધન્ન, ઉપશમસાર કહ્યો સામન્ન... સાજન, ૬ નારદ નારી નિર્દય ચિત્ત, કલહ ઉદીરે ત્રણે નિત્ત; સાજન સજજન સુજસ’ સુશીલ મહંત, વારે કલહ સ્વભાવે સંત... સાજન, ૭ (ઢાળ ૧૩) પાપસ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતોજી અછતા આળ જે પરના ઉચ્ચરે, દુ:ખ પામે તે અનંતોજી. ધન ધન ! તે નર જે જિનમત ધરે... ૧ અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણોજી તે તે દોષે રે તેને દૂષિયે, ઈમ ભાખે જિનભાણોજી... ધન૨ જે બહુ મુખરી રે વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની તે હોય પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય... ધન૦ ૩ મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદોજી ગુણ અવગુણનો રે જે કરે પાલટો, તે પામે બહુ ખેદોજી... ધન- ૪ પરને દોષ ન અછતા દીજીએ, પીજીએ જો જીનવાણી ઉપશમરસશું રે ચિત્તમાં ભીંજીએ, કીજીએ “સુજસ’ કમાણીજી... ધન, ૫ સાય સરિતા ૪૭૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy