________________
ભવિયાં ભાવશું ૮
ચઉદશના ગુણ સાંભળી રે હાં ધરિયે સુવિહિત બુધ, ભવિયાં ભાવશું લબ્ધિવિજય રંગે કરી રે હાં એ તો લહિયે ઋદ્ધિ સમૃદ્ધિ...
ભવિયાં ભાવશું ૯
પૂનમ તિથિ (ઢાળ ૧૫)
પૂનમ કહે ભવ્ય જીવને રે સાંભળો સદ્ગુરૂ વાણી રે અસ્થિર તન ધન આઉભું રે જલ બુજ્બુદ પરે જાણી રે...
ભાવે હે ભવિયણ સાંભળો ૧
અસાર સંસારને પેખીને રે ધર્મ શું ધરો પ્રતિબંધ રે બાંધવ સયણ એ જાણજો રે સ્વાર્થભૂત સંબંધ રે...
ભાવે હે ભવિયણ સાંભળો ૨
સકલ કુટુંબને પોષવા રે જે નર કરેય છે પાપ રે તેહ તણાં ફળ દોહિલાં રે સહેશે તે એકલો આપ રે...
ભાવે હે ભવિષણ સાંભળો ૩
જિમ મૃગ તૃષ્ણાને કારણે રે ભમતો રણમાં ધાય રે ભમે અછે એ જીવડો રે ભવોભવ દુ:ખીયો થાય રે...
ભાવે હે ભવિયણ સાંભળો ૪
એ ધન ધરણી એ ધામને રે કોઈ ન લેઈ ગયો સાથ રે જિહાં જઈને જીવ ઉપનો રે તિહાં સહી હોયે તેહને હાથ રે...
સજ્ઝાય સરિતા
ભાવે હે ભવિયણ સાંભળો પ
ઈમ જાણીને ધર્મ કીજીયે રે ટાળી તે વિષય વિકાર રે દિન દિન દોલત અભિનવી રે પામીયે હર્ષ અપાર રે...
ભાવે હે ભવિયણ સાંભળો ૬
પૂરણ જીવિતવ્ય પામીને રે આદરો પૂરણ ધર્મ રે પૂરણ શાંત સ્વભાવથી રે પૂરણ છેદો એ કર્મ રે...
ભાવે હે ભવિયણ સાંભળો ૭
પૂરણ જન્મ-જરા થકી રે પૂરણ છૂટીયે દુ:ખ રે પૂરણ લીલા પામીયે રે પૂરણ સુર-નર સુખ રે...
ભાવે હે ભવિયણ સાંભળો ૮
૪૪૫