________________
તે નરના ગુણ બોલશે સુર નર અમૃત વાદ હે..
રસિયારે રે ! સૂરિજન ભાવે હે સાંભળો ૬ શુભભાવે સુકૃતપણે તેરસ ગુણ આરાધિ હે લબ્ધિ વિજય કહે નેહશું લહિયે સુખ સમાધિ હે...
રસિયારે રે ! સૂરિજન ભાવે હે સાંભળો ૭
ચઉદશ-તિથિ (ઢાળ ૧૪) હવે ચઉદશતિથિ ઈમ વદે રે હાં એ તો સાંભળો ચતુર સુજાણ,
ભવિયાં ભાવશું શ્રુત સિદ્ધાંતના બોલ જે રે હાં એ તો તે કરો વચન પ્રમાણ...
ભવિયાં ભાવશું ૧ વડના કુસુમ તણી પરે રે હાં એ તો દોહિલો મનુ અવતાર, ભવિયાં ભાવશું આર્ય દેશ પણ દોહિલો રે હાં એ તો દોહિલું શ્રાવક કુલ સાર...
ભવિયાં ભાવશું ? શ્રદ્ધા તે પણ દોહિલી રે હાં એ તો દોહિલો જ્ઞાન સંયોગ, ભવિયાં ભાવશું દોહિલી જિનની સેવના રે હાં એ તો દોહિલો મનનો યોગ...
ભવિયાં ભાવશું ૩ એ સવિ દુર્લભ પામવા રે હાં જિમ રાયણતણે દષ્ટાંત, ભવિયાં ભાવશું તે તુમ પુણ્ય પ્રભાવથી રે હાં એ તો પામ્યો મનુષ્ય ભવસંત...
ભવિયાં ભાવશું ૪ પામી ચૌદશ તપ તણો રે હાં એ તો ખપ કરો મનને પ્રમોદ, ભવિયાં ભાવશું ચૌદ નિયમ સંભારજો રે હાં એ તો સંક્ષેપો તિમ ચૌદ...
ભવિયાં ભાવશું ૫ ચૌદ પૂરવના ભાવથી રે હાં એ તો ચૌદમે ચઢે ગુણઠાણ, ભવિયાં ભાવશું અંતગડ કેવલી હોવે રે હાં એ તો અક્ષર પંચ પ્રમાણ... ભવિયાં ભાવશું ? ચૌદ ભુવન એ લોકનાં રે હાં એ તો દેખી જાણે ભાવ, ભવિયાં ભાવશું ચૌદ રજવાત્મક ભેદીને રે હાં એ તો શિવસુખ તે નિત્યપાવ...
ભવિયાં ભાવશું ૭ ચૌદ લાખ મનુ યોનિના રે હાં એ તો છૂટીયે દુઃખથી જીવ, ભવિયાં ભાવશું ઈમ જાણી ચૌદશ આદરો રે હાં એ તો દિલ કરી ભાવ અતીવ...
૪૪૪
સઝાય સરિતા