SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિલખાણી વિલાપે ઘણું, મૂકે મુખ નિસાસ, તનુ શૃંગાર સવિ પરિહરિ, પહોંતી જનકની પાસ. ૩ પૂછે નિજ નિજ તાતને દોય જણા તેણીવાર, અમ બહું મેળાવડો, કિમ કીધો કિરતાર ? ૪ તાતજી સાચું બોલજો, અલિક મ કહેશ્યો વાણ જો સાચું બોલો નહિ, તો દેવગુરૂની આણ. ૫ ઢાળ ૩ તાત કહે સુણ કુંઅરી, શું પૂછે હો મુજને તુઝ વાત કે; અમે તો કાંઈ જાણું નહિં, શી ભાંખુ હો તુજ જાત ને ભાત કે; વાત સુણો રે એક ચિત્તશું. ૧ એક પેટીમાં હોય જણાં, અમે લાવ્યા હો કાલિંદ્રી તીરકે; જોબનવય પરણાવીયા, અમે બેહુ તો મનથી થઈ ધીરકે. વાત૮ ૨ પેટી તુમ માત પિતા, નવિ જાણું હો અમે આધી વાત કે; તુમ પૃચ્છાથી ભાંખીયો, જે હુતો હો તુમચો અવદાત કે. વાત૩ તવ કુંવરી ધરણી ઢળી, મુખ ભાંખે હો હૈ ! હિ! કિરતાર કે; એક અંબા અમ દોયની, કોઈ કારણે હો નાખ્યા છે વારિકે. વાત. ૪ વાત ઘણી વિરૂઈ થઈ, સુખ વિલમ્યા હો ભગિનીયે ભ્રાત; શી ગતિ હોશે ? અમતણી, ઈમ કુમરી હો ઝૂરે દિન રાતકે. વાત૫ ગર્ભથી કંઈ ગળ્યા નહિં, નવિ બૂડ્યાં હો કાં તટિની મોઝારકે; ઈમ ચિતવતા તપોધની, સુવ્રતા હો લેવા આવ્યા આહાર છે. વાત- ૬ વંદન વિધિતિહાં સાચવે, વિનયાદિકે હો વહોરાવે અન્નકે; આજ કૃતારથ હું થઈ, તુમ દરીસણે હો શીતલ મુજ તન્નકે. વાત- ૭ બૂડી છું હું અનાદિથી, ભવ સાયર હો નવિ પામું પારકે; તે માટે મુઝ તારીએ, મનમાંહી હો આણી ઉપગાર કે. વાત. ૮ તુમ પાસે માગું અછું, મુઝ દીઝે હો દીક્ષા મહાભાગ કે; સુણ બાઈ ગુરૂણી કહે, માય હાયની હો તું અનુમતિ માગકે. વાત, ૯ સમજાવી પરિકર સવી, ઉચ્ચરીયાં હો પંચ મહાવ્રત સારકે; છ8 અઠ્ઠમ દશમ દુવાલસ, તપે તપસ્યા હો ચાલે નિરતિચારકે, વાત- ૧૦ ઈમ સંયમ લહી વિચરે સુખે, હવે સાંભળો હો કુંઅર અધિકારકે; સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy