________________
ઢાળ ૭ : સાચું વયણ જે ભાખીએ રે સાચી ભાષા તેહ સચ્ચા મોસા તે કહી રે સાચું મૃષા હોય જેહ
સાધુજી ! કરજો ભાષા શુદ્ધિ કરી નિર્મળ નિજ બુદ્ધિ... સાધુજી૦ ૧ કેવલ જૂઠ જિહાં હોવે રે તેહ અસચ્ચા જાણ
સાચું નહીં જૂઠું નહીં રે અસત્ય અમૃષા ઠાણ... સાધુજી૦ ૨ એ ચારે માંહે કહી રે પહેલી ભાષા દોય
સંયમ ધારીએ બોલવી ૨ે વચન વિચારી જોય... સાધુજી૦ ૩ કઠિન યણ નવિ ભાખીએ રે ટુંકારોને રેકાર
કોઈના મર્મ ન બોલીયે રે સાચા પણ નિરધાર... સાધુજી૦ ૪ ચોરને ચોર ન ભાખીએ રે કાણાને ન કહે કાણ
કહીએ ન અંધો અંધને રે સાચું કઠિણ એ જાણ... સાધુજી પ જેહથી અનરથ ઉપજે રે પરને પીડા થાય
સાચું વયણ તે ભાખતાં રે લાભથી ત્રોટો જાય... સાધુજી૦ ૬ ધર્મ રહિત હિતકારિયા રે ગર્વ રહિત સમતોલ
થોડલા તે પણ મીઠડા રે બોલ વિચારી બોલ... સાધુજી૦ ૭ એમ સવિ ગુણ અંગી કરી રે પરિહરી દોષ અશેષ
બોલતાં સાધુને નહિ હુવે રે કર્મબંધ લવલેશ... સાધુજી૦ ૮ દશવૈકાલિક સાતમે ૨ે અધ્યયને એહ વિચાર લાભવિજય ગુરૂથી લહે રે વૃદ્ધિવિજય જયકાર... સાધુજી૦ ૯
ઢાળ ૨ ઃ
કહે સદ્ગુરૂ સાંભળો ચેલા રે આચાર રે પુણ્યના વેલા રે છકાય જીવવિરાહણ ટાળો રે ચિતચોખે ચારિત્ર પાળો રે... ૧ પુઢવી પાષાણને ન ભેદો રે ફળ ફુલ પત્રાદિ ન છેદો રે બીજ કુંપલ વન તિ ફરશો રે વીંઝણે કરી વાય મ કરશો રે... ૨ વળી અગ્નિમ ભેટશો ભાઈ રે પીજો પાણી ઉનું મત વાવરો કાચું પાણી રે એવી છે શ્રીવીરની વાણી રે... હિમ અર વડ ઉબરના રે ફળ કુંથુઆ કીડી
સદાઈ રે
નગરા રે
00
સજ્ઝાય સરિતા
૪૨૩