________________
તૃણચારી વસતો વને રે હરિણ જુઓ વંધાય નાદતણે રસે વાહિયો રે જો લયલીણો થાય રે... ભવિયણ૦ ૩ કરિણી ફરસે મોહિયો રે હાથિયો ચૂકે કામ દરબારે આવી રહી રે પરવશ સેવે ગામ રે... ભવિયણ૦ ૪ રૂપે લુબ્ધ પતંગીયો રે દીવે હોમે અંગ ગંધ તણે રસે પંકજે રે બંધન પામે ભૃગ રે... ભવિયણ૦ ૫ આમિષ રસ વશ માછલો રે એક-મનો જો હોય પેખો તતક્ષણ બાપડો રે વેદન પામે સોય રે... ભવિયણ૦ ૬ એકે કાને પરવશે રે જ એ દુ:ખિયા થાય તો પાંચે પરવશ તણી રે કહો ગતિ કેણ કહાય રે... ભવિયણ૦ ૭ ઈમ જાણી એ ઝીપતાં રે પામે નિત્ય આનંદ વિજયસિંહ ગુરૂની પરે રે ઉદય સદા સુખકંદરે... ભવિયણ૦ ૮
ઢાળ ૩૩ : કેવલનાણે જાણતો રે લો બોલે શ્રી જિનવીર રે મુર્ષિદરાય આઠ કરમને વશ પડ્યો રે લો ન લહે ભવજલતીર રે મુર્ષિદરાય કર્મકઠિન દલ જીતીયે રે લો મુણિદરાય કર્મ. ૧ આઠો એ જીતે તે લહે રે લો સુખ સઘળાં વડવીર રે મુર્ષિદરાય નાણપંચને આવરે રે લો નાણાવરણીય સોય રે મુર્ષિદરાય દંસણને જે આવરે લો તે નવભેદે હોય રે મુણિદરાય કર્મ૦ ૨ દોય ભેદે કહ્યું વેદની રે લો મોહ ભેયા અઠવીસ રે લો મુણિંદરાય નરય-તિરિય-નર-સુર તણું રે લો આયુ કહે જગદીસ રે મુણિદરાય કર્મ૦ ૩ તિન્નિ અધિકા એકસો રે લો નામકર્મના ભેદ રે મુવિંદરાય ગોત્રતણા ભેદ દો કહ્યા રે લો વિઘન તણા પણ ભેદ રે મુર્ષિદરાય કર્મ૪ અઠ્ઠાવનશું આગળી રે લો એસો પયડી હોય રે મુર્ષિદરાય અધ્યયને તેત્રીસમેં રે લો એ પરમારથ જોય રે મુર્ષિદરાય કર્મ, ૫ વિજયદેવ પાટે જ્યો રે લો શ્રી વિજયસિંહ ગણધાર રે મુણિદરાય તેહ તણો બાલક કહે રે લો ઉદય વિજય જયકાર રે મુર્ષિદરાય કર્મ ૬
સઝાય સરિતા
૪૧૫