________________
વિનય કરી નૃપ બોલીયો સાંભળો હેમ સૂરીંદ રે
આ તુમે ખાસર ઓઢીયું લાજે કુમારે નરિંદ રે... બારમું૦ ૫ હેમ ભણે સુણો નરપતિ હું ગયો ગોચરી કામ રે
દુર્બલ શ્રાવક શુભમતિ પાય નમ્યો તેણે ઠામ રે... બારમું૦ ૬ ભાવ સહિત તે બોલીયો આવો મંદિરમાંહિ રે
લાજ ધરી મુજ આપીયું ચીવર ખાસર ત્યાંહિ રે... બારમું૦ ૭ તે મુનિ સોય મમતા નહિં ફુણ ખાસર કુણ ચીર રે
ભાવ ભલો જગ જાણીએ ભાવે રાબડી ખીર રે... બારમું૦ ૮ તેહના હર્ષને કારણે ઓઢું ખાસર એહ રે
તે ધન્ય શ્રાવક જીવીયો અછતે વિક્રમ ગુણગેહ રે... બારમું૦ ૯ જે નર બહુધન પામીયા સમજ્યા શાસ્ત્રનો મર્મ રે
તે લક્ષ્મીનો વ્યય નવ કરે તે શું સમજ્યા ધર્મ રે... બારમું૦ ૧૦ આજ વડા તુમે નરપતિ ન કરો સાહમીની સાર રે
દિનકર તિમિર ન નીપજે કુણ ટાળે અંધકાર રે... બારમું૦ ૧૧ ખાસર દેખીને લાજીયા તો મુજ માનો વચત્ર રે
જે શ્રાવક કુળે નિરધના તે સ્થિર થાપીએ ધન્ન રે... બારમું૦ ૧૨ એણે વચને નૃપ હરખીયો લાગ્યો મુનિવર પાય રે
ચુ પડી તુમ દાસની તે સમજ્યો ઋષિરાય રે... બારમું૦ ૧૩ સદ્ગુરૂ વંદી નૃપ વળ્યો આવ્યો આપણે ઘેર રે
બહુધન શ્રાવક આપીયા વિણજ કરો સુપેર રે... બારમું૦ ૧૪ બહોતેર લાખ સોવન ટકા મહેલ્યા શ્રાવક દંડ રે
પોષ કરે બહુ પ્રેમથી પામે વ્રત અખંડ રે... બારમું૦ ૧૫ જે નર સાહમી આપણા સીદાતા વળી હોય રે સહસદીનાર દેઈ કરી નૃપ તેહનું મુખ જોય રે... બારમું૦ ૧૬ કોડી સોવન ધનવ્યય કરે શ્રાવક ભક્તિને કામ રે
સાતે ક્ષેત્ર સંભાળતો ધનવાવે શુભ ઠામ રે... બારમું૦ ૧૭ સુમતિવિજય વિરાયનો રામવિજય ગુણ ગાય રે
ભણે ગણે ને સાંભળે બારમા વ્રતની સઝાય રે... બારમું૦ ૧૮
૩૮૨
સજ્ઝાય સરિતા