________________
રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
૧૧ કુંવર બળતી ચેહમાંથી ઉભા થયા રે એ તો ધરે પરમેષ્ટીનું ધ્યાન રે ધન્ય ધન્ય રાજા હરિશ્ચંદ્ર નેરે લોલ તારી કસોટી પુરી થઈ આજ રે. રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
૧૨
રાજા હરિશ્ચંદ્ર બેઠા અંબાડીએ રે લોલ સતીજી બેઠાં છે વેલ રે પુત્ર રોહિત ઘોડા ખેલતો રે લોલ એ તો સત્યતણો પ્રભાવ રે રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
૧૩ જેણે ગાયું ગોખ્યું ને સાંભળ્યું રે લોલ તેને સત્ય પર શ્રદ્ધા થાય રે જેણે નથી ગાયું ને નથી સાંભળ્યું રે લોલ તેને સત્ય પર શંકા થાય રે રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
૧૪ શ્રી ઉત્તમપદ ગુરૂ સેવના રે લોલ ભણે રામવિજય સજઝાય રે રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
૧૫
૨૦૨. હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ રાજાની
અતિથિ સંવિભાગ વિષે સક્ઝાય બારમું વ્રત એમ પાળતો દેતો મુનિવર દાન રે પાત્ર પોસી રે ભોજન કરે હૈયે નિરમલ ધ્યાન રે... બારમું. ૧ અતિથિ સંવિભાગ સાચવે દેતો જે મુનિને દાન રે તે આહાર પોતે જ પુણ્યવંત પ્રધાન રે... બારમું૦ ૨ સાધુ ભલા અને સાધ્વી શ્રાવક શ્રાવિકા સોય રે સંઘ સકલને રે પોષતો પદ તીર્થકર હોય રે... બારમું૦ ૩ એક દિન કુમાર નરેસર આવ્યો વંદન કામ રે ગુરૂ શિર ખાસર ઓઢીયું નૃપ લાજ્યો તેણે ઠામ રે... બારમું. ૪
સક્ઝાય સરિતા
૩૮૧