________________
રાંધણ સીંઘણ હું કરું રે લોલ...
ત્યાં તો ભરી લાવું તોરાં નીર રે... વીરા ભામણાં શા વાડા વાસીંદાં હું કરું રે લોલ...
અંગથી રહે છે તું દુર રે... વીરા ભામણાં૦ ૮. વેચ્યા તે મંદિર માળિયા રે લોલ...
વેચ્યા છે હિંડોળા ખાટ રે... વીરા ભામણાં, લો. વેચ્યા છે તારાં લુગડાં રે લોલ
વેચ્યો છે પુત્ર રોહિત રે... વીરા ભામણાં૧ રાજિમતી ને દ્રૌપદી રે લોલ
મૃગાવતિને ચંદનબાલ... વીરા ભામણાં૦ ૧૧. સોળ સતીઓમાં સીતા સતી રે લોલ
સતીઓમાં શીરદાર... વીરા ભામણાં ૧૨ા. હીરવિજય ગુરૂ હીરલો રે લોલ વીરવિજય ગુણગાય... વીરા ભામણાં
શિયલ નહિ ખંડુ પ્રાણ જાય તે રે લોલ ૧૩ના
૨૦૧. હરિશ્ચંદ્ર રાજાની સઝાયો (૪) માતા ઊમિયાને અંગે પ્રગટ થયા રે... શિરૂ શંકરનો પરિવાર રે... રાજા હરિશ્ચંદ્ર વેચાણો સત્ય કારણે રે લોલ...
રાજા હરિશ્ચંદ્ર વેચાણા ભંગી ઘરે રે... સતી વેચાણાં નીચને ઘરે રે... પુત્ર રોહિત વેચાણો ભીલી ઘરે રે... એવા બંનેના જુદા જુદા પ્રાણ રે... રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
રાજાએ બાર બેડાનો બંધ ખોલીયો રે... એ તો લઈને પાણીડા જાય રે. સતીને સામટા તે વાસણ માંજવા રે લોલ. એના કષ્ટ ભરેલા કર્મ રે.. રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
પુત્ર રોહિત પાણીડાં સંચર્યો રે લોલ... એ તો ફુલવાડી પાવા જાય રે...
સઝાય સરિતા
૩૭૯