________________
બાધા કરૂં હું મારા સ્વામી સ્ફુલિભદ્ર હો ગુરૂરાય... સિદ્ધિસદા સુખ પામવા રે બારવ્રત લેઈ આરાધીયાજી હીરવિજય ગુરૂ હીરલો રે લબ્ધિ વિજય ગુણ ગાય...
વાતો૦ ૮
વાતો૦ ૯
૩૪૬
૧૯૪. સ્થૂલભદ્રજી અને કોશ્તાની સજ્ઝાયો (૧૧) દુહા સરસ્વતીને ચરણે નમી, મન્મથ મારણ ટોલ, સ્થૂલિભદ્ર ઋષિ આવીયા, કોશા મંદિર મહોલ... ૧ ઉઠ હાથ અળગી રહી, કોશા વદજે બોલ, ચારમાસ ચિત્ર શાલીએ, મુનિવર રહ્યા અડોલ... ૨
ઢાળ
કોશ્યા કહે સ્થૂલિભદ્રજ રે ફૂડા કરો ચકડોલ સારી પાસા સોગઠા રે અમ ઘર રે રંગરોલ, સ્થૂલિભદ્ર ! અમ૦ ૧ સ્થૂલિભદ્ર વળતું ઈમ કહે રે સુણ કોશા અમ બોલ અરિહંત નામ હૈયે ધરૂં રે અમઘર એ રંગરોલ રે, કોશા ! અમ૦ ૨ શાલ દાલ શુભ સાલણાં રે પોળી ઘીસું ઝબોલ
ભોજન કીજે ભાવતાં રે અમઘર એ રંગરોલ, સ્થૂલિભદ્ર ! અમ૦ ૩ સરસ નીરસ કરી એઠાં રે ભોજન કીજે ઘોલ સ્વાદ લંપટપણું પરિહરી રે અમઘર એ રંગરોલ રે કોશા ! અમ૦ ૪ આંખડીયું દોય આંજીયે રે ઝળકે ગાલ પોલ
પટ પીતાંબર પહેરીયે રે અમઘર એ રંગરોલ સ્થૂલિભદ્ર ! અમ૦ ૫ લોચ કરાવુંકેશનો રે માથે ન બાંધું મોલ
જીરણ વસ્ત્ર પહેરૂં સદા રે અમઘર એ રંગરોલ રે કોશા ! અમ૦ ૬ ચારૂ વિલેપન કીજીયે રે ફીજીયે અંગ અઘોલ
શરીર સુંદર સોહાવીએ રે અમઘર એ રંગરોલ સ્થૂલિભદ્ર ! અમ૦ ૭ ચારૂ વિલેપન વરજીએ રે વરજીયે અંગ અથોલ
શીયલે શરીર સોહાવીએ રે અમઘર એ રંગરોલ રે કોશ્યા ! અમ૦ ૮ કપૂરે કીજે કોગળા રે તંબોલ મુખે દીજે નવલખો હાર હૈડે ધરૂં રે અમઘર એ રંગરોલ સ્ફુલિભદ્ર ! અમ૦ ૯
સજ્ઝાય સરિતા