________________
ચોમાસું પૂરું થયા પછી, સાધુ છાંડે આવાસજી,
રૂડી રીતે શિયલવ્રત પાળજો. ૩૩ દર્શન આપજો મુજને, કરવા અમૃત પાનજી; સૂરીન્દુ કહે સ્થૂલિભદ્રજી, થયા સિંહ સમાનજી,
ધન્ય છે મુનિવર આપને. ૩૪ [X૧૯૧. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સજઝાયો (૮) અહો મુનિવરજી માહરી ઉપર, મહેર કરી ભલે આવીયા; હું વાટ તમારી જોતી' તી, તુમ વિરહે નયણાં ભરતી ની
વળી દેવને ઓલંભા દેતી' તી. અહો- ૧ તુમે ચતુર ચોમાસું કરી ચાલ્યાં, તે ઉપર દિને મે ગાળ્યાં;
હવે ભલું થયું નયણે ભાળ્યાં. અહો૦ ૨ હવે દુઃખડા મારા ગયા દૂરે, આનંદ નહીં હરખે પૂરે;
હવે ચિત્ત ચિતા સઘલી ચૂરે. અહો૦ ૩ મારા તાપ ટલ્યા સઘળા તનના, મારા વિલય ગયા વિકલ્પ મનના;
વલી ગૂઠા નીર અમૃત ઘનના. અહ૦ ૪ એક ચોમાસું ને ચિત્રશાલી, એ નાટક ગીત તણી તાલી;
મુજ સાથે રમીએ મનવાલી. અહો૫ તવ બોલ્યા સ્થૂલિભદ્ર સુણ બાળા, તેમ કરીશ ચિત્ત ચરિત્ર ચાળા, એ વાત તણાં હવે ઘો તાળાં; અહો મનહરણી ! તમે મુજ ઉપર રાગ સરાગ ન રાખો,
અહો સુખકરણી સંયમરસથી, રાગ હૈયામાં રાખો. અહો૦ ૬ હવે રસભરી વાત તિહાં રાખી, મેં સંયમ લીધું ગુરુ સાખી;
ચિત્ત ચોખે ચારિત્ર રસ ચાખી. અહો૦ ૭ હવે વિષય તૃષ્ણાથી મન વારો, હવે ધર્મ દયાથી દિલ ધારો;
એ ભવોદધિથી આતમ તારો. અહો. ૮ કોશ્ય મુનિ વચને પ્રતિબોધી, આશ્રવ કરણી તે સવિરોધી;
તે વ્રત ચોથું લઈ થઈ શુદ્ધિ. અહો૯
સઝાય સરિતા
૩૪૩