________________
દરિસણ દીજે હો મુજ પર કરી મયા રે લ્યો જોબન તન લાહ એ અવસર છે પિયુજી દોહિલો રે હું નારી તુમે નાહ... પિઉડા) ૭ નાગર નાતિ સાગર ગુણ તણાં રે યુલિભદ્ર આવ્યા ચોમાસ કોણ્યા હર્ષિત થઈ મનમાં ઘણું રે સફલ થઈ મુઝ આશ... પિઉડા. ૮ પ્રતિબોધી હો કોશ્યાને તિહાં રે કરી ચાલ્યો ચોમાસ ધન્ય ધન્ય શ્રી યુલિભદ્ર મુનિપતિ રે ગુણ જિનહર્ષ પ્રકાશ... પિઉડા, ૯
૧૮૫. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સઝાયો (૨) ઉઠ સખી ઉતાવળી રે સેર પરોવી લાલ, મોતીનું ઝુમખડું લાવો આભૂષણ દાબડા રે કરવા સોલ શણગાર... મોતીનું ઝુમખડું ૧
સ્થૂલિભદ્ર આવ્યા આંગણે રે જપતી જેહનો જાપ, મોતીનું ઝુમખડું જબ ઝટ ઉઠી ઉતાવળી રે સજી સોલે શણગાર, મોતીનું ઝુમખડું ૨ નવા નવા નાટક નાચતી રે બોલતી વચન રસાલ, મોતીનું ઝુમખડું આજ પરા શું થઈ રહ્યા રે જાણ્યો તુમારો જોગ, મોતીનું ઝુમખડું ૩ ઓઘો મુહપરી મેલો પરા રે કરોને રંગ વિલાસ મોતીનું ઝુમખડું એ મનિવર ચળ્યા નહિં રે શીયલશું રાખ્યો રંગ... મોતીનું ઝુમખડું ૪ એ ડુંગર ડોલ્યા નહિં રે સળીએ હલાવ્યો મેર મોતીનું ઝુમખડું માણેક મુનિવર એમ ભણે રે શીયલતણી સક્ઝાય... મોતીનું ઝુમખડું ૫
૧૮૬. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સઝાયો (૩) લાલ સનેહી રે સ્યુલિભદ્ર દેખીયે રે જે મુજ પ્રાણ આધાર આ ચિત્રશાળા રે ન ગમે તે વિના રે સાંભરે વાર હજાર.. લાલ૦ ૧ મુજને કહ્યું હતું ને હું આવીશ વળી રે વળતાં લાગી રે વાર પ્રીત ન કીજે રે સંયમી પંથીયા રે જે ઘર ઘરના ભમનાર...લાલ૦ ૨ નારી ધૂતારી રે જગમાં બહુહતી રે પણ તુજને શાબાશ મનડું મેલીને રે રસકસ લઈ ગઈ રે ધરતો તે ન પડ્યો પાસ...લાલ૦ ૩ એહવા વાલેસર વળી દોહિલા રે બહુ ગુણ રયણ ભંડાર લાજ ન કીજે રે તેહશું બોલતાં રે જિહાં મન માન્યું સો વાર... લાલ૦ ૪ ચોરાસી ચોવીસીમાં રે નામ નિજ રાખીયું રે કોશાને સમકિત દીધી રૂપવિજય કહે સ્થૂલિભદ્ર તું જ્યો રે નામે નવનિધ સિધ.. લાલ૦ ૫
૩૩૬
સઝાય સરિતા