________________
૧. અઈમુત્તામુનિની સઝાયો (૧) (રાગ : એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ)
વીર નિણંદ વાંચીને ગૌતમ, ગોચરીએ સંચરીયા, પોલાસપુર નગરીમાં મુનિવર, ઘર ઘર આંગણ ફરીયા...
આઘા આમ પધારો પૂજ્ય અમ ઘર વહોરણ વેળા.... ૧ ઈણ અવસર અઈમુત્તે રમતાં મનગમતા મુનિ દીઠા કંચનવરણી કાયા નિરખી, મનમાં લાગ્યા મીઠા... આઘા૦૨ બોલ્યો કુંવર અમીરસ વાણી, એક કહો અભિરામે, ખરે બપોરે પાય અડવાણે, ભમવો તે કુણ કામે ૧... આઘા૦૩ સાંભળ રાજકુંવર સોભાગી, શુદ્ધ ગવેષણા કીજે, નિર્દૂષણ ને નિરતિચાર, ઘર ઘર ભિક્ષા લીજે... આઘા૦૪ આવો આજ અમારે મંદિર, કહેશો તે વિધ કરશું, જે જોઈએ તે જુગતે કરીને, ભાવસે ભિક્ષા દેશું. આઘા૦૫ ઈમ કહી ઘર તેડી ચાલ્યો, આવ્યા મુનિ આણંદ, અઈમુત્તા શું ગૌતમ દેખી, શ્રીદેવી પાય વંદે... આઘા૦૬ આજ અમારે રતન ચિંતામણી, મેહ અમીરસ વૂઠા, આજ અમ આંગણ સુરતરૂ ફળીયો, જે ગૌતમ નયણે દીઠા... આઘા૦૭ રે બાલુડા ! બહુ બુદ્ધિવંતા, ગણધર ગૌતમ આવ્યા, થાળ ભરીને મોદક મોટા, ભાવ સહિત વહોરાવ્યા... આઘા૦૮ વાંદી પાય કુંવર મુનિવરના, હાથ મેલાવ્યો માથે, વોળાવું હું કહેતો મુનિને, ઈમ કહી ચાલ્યો સાથે... આઘા૦૯ કુંવર કહે આ ભાજન આપો, ભાર ઘણો તુમ પાસે, ગૌતમ કહે હું તેહને આપું, જે ચારિત્ર લે ઉલ્લાસે... આઘા૦૧૦ ચારિત્ર લઈશ તુમ પાસે, ઝોળી દીઓ મુજ હાથે, ગૌતમ પૂછે-અનુમતી કેહની ?, માંયે મોકલ્યો તુમ સાથે... આઘા૦૧૧ વીર વાંદી જિનવાણી સુણીને, આવ્યા ઘર ઉલ્લાસે, અનુમતિ આપો માતા મુજને, દીક્ષા લેઉ પ્રભુ પાસે.. આવા૦૧૨ શ્રીદેવી કહે સુણ નાનડીયા, સંયમની શી વાતો,
સક્ઝાય સરિતા