________________
રૂપે મદન રવિ તેજ જલધિ ગંભીર પહેરી; સૌમ્ય ઈદુ સુરવૃક્ષ અધિક તસ દાન ગુણેરી... ૪ કિંબહુના ગુણ રાશિ વાસિત દેહ ય છે રી; ઈમ નિસુણી તે નારી તેહશું કામ રૂચેરી; એક દિન રાય આદેશ કપિલ તે ગામ ગયોરી, કુટિલા કપિલા દેહ મન્મથ પ્રગટ થયોરી... ૫ શેઠ તણે ઘરે જાઈ કહે તુમ મિત્ર તણેરી; દેહે છે અસમાધિ દેખણ આવો ભણેરી; આવ્યો તત્ક્ષણ તેહ કહે તે મિત્ર કિહારી, સૂતા છે ઘરમાંહિ શય્યા સાજ જિહાંરી... ૬ દેઈ ઘરનાં બાર વળગી નારી તીસરી; દેખાવે નિજ ભાવ હાવ વિલાસ હસેરી; જાણી કપટ પ્રપંચ શીલ સન્નાહ ધરી, હું છું પંઢ પુરૂષ મુધા નરવેષ રી... ૭ વિલખી થઈને તેહ કાઢ્યો ગેહ થકીરી; આજ પછી પર ગેહ જાવા નિયમ નકીરી; શેઠ સુદર્શન એમ; રહે નિત શીલ વહેરી, અવની તલે ઉપમાન એહવું કવણ લહેરી... ૮
ઢાળ ૩ એક દિન ઈન્દ્ર મહોત્સવે રાજાદિક સવિ લોક લલના, ક્રિીડા કારણ આવીયા સજજ કરી સઘળા થોક લલના;
શીલ ભલી પેરે પાળીએ... ૧ શેઠ સુદર્શન પ્રિયા નામે મનોરમા જેહ લલના; દેખે દેવકુમર સમા પટ સુત સુગુણ સનેહ લલના; શીલ૦ ૨ અભયા રાણીને કહે કપિલા દેખી તામ લલના; પ્રિયાપુત્ર એ કુણ તણા તે દાખો મુજ નામ લલના; શીલ૦ ૩ અભયા કપિલાને કહે લક્ષ્મી અધિક અવતાર લલના; શેઠ સુદર્શનની પ્રિયા પુત્ર તણે પરિવાર લલના; શીલ૦ ૪ કહે કપિલા એ કિહાં થકી એહને પુત્ર અચંભ લલના; /સક્ઝાય સરિતા
૩૦૯