________________
રાણી સચિવ કરોડીને રે લોલ કહે-સુણો, દિન દયાલ રે રંગીલે પુત્ર વિના નિજ રાજ્યને રે લોલ વિરમીયે કેમ કૃપાલ રે...
રંગીલે અન્ય૦ ૬ ગુણનિધિ રાજ દયા કરો રે લોલ નિજ પ્રજાની સાર રે રંગીલે જબ લગે પુત્ર ન સાંપડે રે લોલ તબ લગે કરો હોંશિયાર રે.
રંગીલે અન્ય૦ ૭ ભાવમુનિપણું મન ધરી રે લોલ સુપરે રહે અગાર રે રંગીલે પટરાણીએ પ્રસવ્યો મુદા રે લોલ અંગજ કુલ શણગાર રે..
રંગીલે અન્ય૦ ૮ સદગુરૂરાજ સંયોગથી રે લોલ મુનિધર્મ લેઈ વિચરંત રે રંગીલે મળી કુટુંબ સુકોશલુ રે લોલ કુંવર અભિધા ધરંત રે...
રંગીલે અન્ય૦ ૯ લિખિત પંડિત સઘળી કલા રે લોલ શીખવી પાટ ઠવંત રે રંગીલે નૃપ કન્યા શુભ વાસરે રે લોલ પરણી સુખ વિલસંત...
રંગીલે અન્યત્ર ૧૦ કેઈક વરસને અંતરે રે લોલ કીર્તિધર મુનિ આય રે રંગીલે ગોચરીકાળે પાંગર્યાં રે લોલ આવે વસ્તીમે અમાય રે...
રંગીલે અન્ય૦ ૧૧ તત્ક્ષણે રાણીએ ઓળખ્યો રે લોલ તવ મન ઉપની જાલ રે રંગીલે પુરમેં આવ્યો ભલો નહીં રે લોલ રત્ન સરીખ મુજ લાલ રે...
રંગીલે અન્ય૦ ૧૨ નિપટ ઠગારો ભોળવી રે લોલ લઈ જશે નિજ લાર રે રંગીલે ઈમ ચિંતી ચર મોકલી રે લોલ પુરથી કઢાવે ગમાર રે...
- રંગીલે અન્ય૧૩ કરે કદર્થના તે ઘણી રે લોલ પણ મન ન ધરે રોષ રે રંગીલે સંવરભાવે ચિંતવે રે લોલ એ સવિ કર્મના દોષ રે...
રંગીલે અન્ય૦ ૧૪
દુહા અનુચિત દેખી એહવું ધાવમાતા કહે રાય સઝાય સરિતા
૩૦૩