________________
કિણ દેશે તે ઉપન્યા કિણ વિધ સંજય લીધ કિણ વિધ આતમ તત્વને પ્રગટ કરી થયો સિદ્ધ... ૫
ઢાળ ૧ જંબુદ્વીપના ભરતમાં રે પૂરવ દેશ સમૃદ્ધ નયરી અયોધ્યા રૂઅડી રે મહિમાયે સુપ્રસિદ્ધ રે, ભવિયણ સાંભળો ૧ પુણ્યધર્મ અધિકાર રે ભવિ૦ જિમ પામો ભવપાર રે ભવિયણ સાંભળો વિજય નામે તિહાં ભૂપતિ રે પાળે રાજ્ય નિઃશંક વજ બાહુ પુરંદર રે દો નંદન નિકલંક રે... ભવિયણ સાંભળો રે ખીર-નીર સમ પ્રીતડી રે નીર વહે જે વડવીર પુણ્ય ઉદયથી સંપજે રે બુદ્ધિ પરાક્રમ ધીર રે... ભવિયણ સાંભળો ૩ વજબાહુ નિજ તાતની રે આણા લેઈ ભણી ભાત જોવા પ્રદેશ તે નીકળ્યો રે પુણ્ય સખાઈ સંઘાત રે.. ભવિયણ સાંભળો ૪ કૌતુક નવ-નવ દેખતો રે આવ્યો નાગપુર ઠામ રાજકન્યા અપછરા સમી રે રૂપે મનોરમા નામ રે... ભવિયણ સાંભળો ૫ તે પરણીને અનુભવે રે પંચવિષય સુખ ભોગ પુણ્ય આકર્ષ મેળવ્યો રે વરકન્યા સંજોગ રે... ભવિયણ સાંભળો ૬ હવે ચાલે નિજપુર ભણી રે સાથે લઈ વામાંગ છવ્વીસ રાજકુમર થકા રે આવે સાળો સંગ રે... ભવિયણ સાંભળો ૭ અનુક્રમે મારગ ચાલતાં રે દીઠો એક નિગ્રંથ ધ્યાનમુદ્રાયે સાધતો રે મુક્તિપુરીનો પંથ રે... ભવિયણ સાંભળો ૮ રોમાંચિત નૃપજા તનુ રે મનપંકજ વિકસંત મુનિમુખ અનિમિષ લોચને રે પ્રેમભરી નિરખંત રે... ભવિયણ સાંભળો ૯ હાંસીરૂપે સાળો વદે રે જો વ્રત લીયો ધીમંત તુમગતિ તે ગતિ માહરી રે આદરવી ગુણવંત રે... ભવિયણ સાંભળો ૧૦ વૈરાગ્યે મન જો દીયે રે કુંવર ધરે વ્રત રાગ સાળા બનેવી બેહુણા રે લીયે ચારિત્ર વડ ભાગ રે.. ભવિયણ સાંભળો ૧૧ છવ્વીસ કુમાર કુંવરી ગ્રહે રે પંચ મહાવ્રત ભાર નૃપ સંયમ વિધિ ઉચ્ચારી રે પાળે નિરતિચાર રે... ભવિયણ સાંભળો ૧૨ ધ્યાનપદે એ આતમા રે ભાવે અવિચલ અવિનાશ [ સક્ઝાય સરિતા
૩૦૧