________________
સુરનર ઠાઠ મલ્યા તિહાં જોવા, શિયળ શુદ્ધ વખાણી. ૫૦ ૧૨ ધન્ય અખંડિત શિયલ જે રાખ્યું, પાળ્યું રૂડી રીતે; શ્રીભાવપ્રભસૂરિ સતી સીતાના ગુણ ગાવે બહુ રીતે. ૫૦ ૧૩ - [2] ૧૬૫. સીતા સતીની સજ્જાયો (૫) જટા રે મુગુટ તારે પાયે નમું આવ્યો લંકાપતિ રાય થાળ ભરીને વનફળ લાવીયો સીતાજી વન મોઝાર મારે મન અવર પુરૂષની આણ ક્ષણ એક વિસરું ન રામ.. મારે૧ પાવડીયે પગ મેલોને સીતાજી ખંભોલે ઠવોજી પાય અંગુઠો મરડીને કંત જગાડ્યો લેઈ ગયો વન મોઝાર... મારે૨ સવા લાખ ટકાનો તને ચૂડલો ઘડાવું કઠે નવસરો હાર દશ આંગળીયે દશ વેઢ ઘડાવું શું કરીશ રામ ભરતાર... મારે... ૩ સવા લાખ બમણેલો તારો સમુદ્રમાં નાખું તોડી નવસેરો હાર દશ આંગળીય તારા વેઢ ન જોઈએ ભવોભવ રામનું નામ... મારે ૪ નાક પ્રમાણે તારે નથડી ઘડાવું કાને ઝબકની ઝાલ બાંયે બાજુ બંધ બેરખા ઘડાવું ઉપર માહરૂં નામ... મારે. ૫ નાક પ્રમાણે મારે નથણી જ જોઈએ તોડી નાખું ઝબકની ઝાલ બાંયે બાજુ બંધ તારું નામ ન જોઈયે ભવોભવ રામનું નામ.. મારે૬ કેડ પ્રમાણે તારે મેખલા ઘડાવું પાયે ઝણ ઝણતી ઝાંઝ પાય પ્રમાણે તારે મોજડી ઘડાવું ઉપર છીંટની હાર... મારે. ૭ કેડ પ્રમાણે મારે મેખલા ન જોઈયે તોડી નાખું ઝણઝણતી ઝાંઝ પાયની મોજડી તારે મસ્તકે મારું ભવોભવ રામનું નામ... મારે૦ ૮ રામ સીતા વીર લક્ષ્મણ મળીને લઈશું અયોધ્યાનું રાજ હીરવિજય ગુરૂ એણીપરે બોલે નહીં કોઈ સીતાની તોલે... મારે ૯
૧૬૬. સીતા સતીની સઝાયો (૧) આવું ન્હોતું જાણ્યું રે મારા મનમાં મારા નાથે તજી મને પલમાં મને કહી સંભળાવો વાત હજુ ઘોર અંધારી છે રાત
આ ઓચિંતો થયો ઉત્પાત... આવું. ૧ મને કહી સંભળાવો મારા વીર મારા મનમાં રહેતી નથી ધીર
૨૯૪
સક્ઝાય સરિતા