________________
[૮] ૧૬૪. સીતા સતીની સઝાયો (૪) છળે કરી સીતાને ઝાલી, લંકા એને લાવે; કામે રાવણ દેખી રાતો, સીતા એને સમજાવે, પરહો રહેને, મારો પાલવ શાને તાણે, તને કંટક સહ કો' જાણે. ૫૦ મારા પ્રાણ જાશે આ ટાણે... ૧ જનક સુતા હું રામની રાણી, તું પડ્યો મારી આલે; શીલવ્રતથી જો કદી ચૂકું તો પૃથ્વી જાએ પાતાલે. ૫૦ ૨ ખાઈશ ગાળો તું ભંડો દિસીશ, કહું છું રહેને સખણો; કુળપંપણ કુળમાં અંગારો, કોણે જાયો કુલખણો. ૫૦ ૩ રૂપ ઋદ્ધિ તારી ઠકુરાઈ, હું જાણું સવિ લાલા;
જ્યાં મર્યાદા કાંઈ ન દીસે, ચૂકત તારા ચાલા. ૫૦ ૪ હું વ્યાભિચાર કદીએ ન સૂવું, સિંહણી ચાર ન ખાય; સમુદ્રની વેલ ચઢે આકાશે, પણ પુઢવી ન પલાય. ૫૦ ૫ શીલ સંઘાતે પિંડ બંધાણું, તેણે ન હું જાઉ વાહી; વાહી જાય એ સ્ત્રી બીજી, શાને આણી તે આંહી. ૫૦ ૬ પરસ્ત્રીજું પ્રાર્થના કરતો, તું તરણાથી હળવો; દરિયાનો જેમ ગર્વ ઉતરીયો, કર્યો અગત્યે ચલવો. ૫૦ ૭ વાંકી નજરે કયાં રે જુએ છે, કહું છું તુજને વાણી; મારો દિયર એક અટારો, પાશે તુજને પાણી. ૫૦ ૮ સતી સતાવ્યા શા દુઃખ હોવે, પૂછ મંદોદરી રાણી; શીખામણ તું કાંઈ ન માને, કરતો એવી કરણી. પ૦ ૯ મૂક સીતાને કહે મંદોદરી, મૂકતી મૂખ નિઃસાસા: રામ અવાજે થકી લંકા, શી ચુડાની આશા. ૫૦ ૧૦ વૈરી જીતી સીતાને લઈ, રામ અયોધ્યા આવે; લોકની ગાળે વળી સીતાને, અટવીમાં મૂકાવે. ૫૦ ૧૧ ધીજ ક્યું અંતે સીતાએ, અગ્નિ થયું સવિ પાણી; સક્ઝાય સરિતા
૨૯૩