SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨. સીતા સતીની સજઝાયો (૨) જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતર જામી; પાલવ મારો મેલોને પાપી, કુળને લાગે છે ખામી, અડશો માંજો, માંજો માંજો માંજો માંજો અડશો, મહારો નાવલીયો દુહવાય, મને સંગ કેનો ન સુહાય; હારું મન માંહેથી અકળાય. અ૦ ૧ મેરૂ મહીધર ઠામ તજે જો, પત્થર પંકજ ઉગે; જો જળધિ મર્યાદા મૂકે, પાંગળો અંબર પૂગે. અ૦ ૨ તો પણ તું સાંભળરે રાવણ, નિશ્ચય શીલ ન ખંડું; પ્રાણ હમારા પરલોક જાએ, તો પણ સત્ય ન . અ૦ ૩ કુણ મણિધરનો મણિ લેવાને, હડે ઘાલે હામ; સતી સંગાથે નેહ કરીને, કહો કુણ સાધે કામ. અ૦ ૪ પરદારાનો સંગ કરીને, આખર કોણ ઉગરીયો; ઊંડું તો તું જોને આલોચી, સહી તુજ દહાડો ફરિયો. અ૦ ૫ જનક સુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ, દશરથ નંદન શિર છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઈ. અ૦ ૬ હું ધણીયાતી પિયુગુણ રાતી, હાથ છે માહરે છાતી; રહે અળગો તુજ વયણે ન ચળું, કાં કુળે વાહે છે કાતી. અ૦ ૭ ઉદયરત્ન કહે ધન્ય એ અબળા, સીતા જેહનું નામ; સતીયોમાં શિરોમણિ કહીયે, નિત્ય નિત્ય હોજો પ્રણામ. અ) ૮ ૧૬૩. સીતા સતીની સઝાયો (૩) (રાગ : અંજના વાત કરે છે મારી સખી) મને કહી સંભળાવો વાત, હજુ ઘોર અંધારી છે રાત; આ શું ઓચિંતો થયો ઉત્પાત, આવું નો' તું જાણ્યું રે, મારા મનમાં, મારા નાથે તજી મને પલમાં. આવું. ૧ મને વાત કરો મારા વીર, મારું મન નથી રહેતું ધીર; [ સક્ઝાય સરિતા ૨૯૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy