SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ માતાજી આપો રે અનુમતિ મુજને રે, લેશું સંજમ ભાર; તન ધન જોબન એ સવિ કારમું રે, કારમો એહ સંસાર. ભવિ૦ ૪ વચ્છ વચન સાંભળી ધરણી ઢળી રે, શીતળ કરી ઉપચાર; ચેત વલ્યો તવ એણી પરે ઉચ્ચરે રે, નયણે વહે જલધાર. ભવિ૦ ૫ સુણ મુજ કાયા રે એ સવિ વાતડી રે, તુઝ વિણ ઘડીય છ માસ; ખિણ ન ખમાયે રે વિરહો તારો રે, તું મુજ સાસ ઉસાસ. ભવિ૦ ૬ તુજને પરણાવી રે ઉત્તમ કુળ તણી રે, સુંદર વહુ સુકુમાળ; વાંક વિહુણી રે કિમ ઉવેખીને રે, નાખે વિરહની ઝાળ. ભવિ૦ ૭ સુણ મુજ માડી રે મેં સુખ ભોગવ્યાં રે, અનંતી અવંતી વાર; જિમજિમ સેવે રે તિમ વાધે ઘણું રે, એ બહુ વિષય વિકાર. ભવિ૦ ૮ સુણ વચ્છ માહરા રે સંજમ દોહિલું રે, તું સુકુમાલ શરીર; પરીસહ સહવારે ભૂમી સંથારવું, પીવું ઊનું રે નીર. ભવિ૦ ૯ માતાજી સહાં રે દુઃખ નરકે ઘણાં રે, તે મુખે કહ્યા નહિ જાય; તો એ સંજમ દુઃખ હું નવિ ગણું રે, જેહથી શિવ સુખ થાય. ભવિ૦ ૧૦ વચ્છ તું રોગાતકે પીડીયો રે, તવ કુણ કરશે રે સાર; સુણ તું માડી રે મૃગલાની કોણ લીયે રે ખબર તે વન મોઝાર ભવિ૦ ૧૧ વન મૃગ જિમ માતાજી વિચરશું રે, ઘો અનુમતિ એણી વાર; ઈમ બહુ વચને રે મનાવી માતને રે, લીધો સંજમ ભાર. ભવિ૦ ૧૨ સમિતિ ગુમિ રૂડી પરે જાલવે રે, પાળે શુદ્ધ આચાર; કર્મ ખપાવીને મુગતે ગયા રે, શ્રી મૃગાપુત્ર અણગાર. ભવિ૦ ૧૩ વાચક રામ કહે એ મુનિતણાં રે, ગુણ સમરો દિન રાત; ધન ધન જે એહવી કરણી કરે રે, ધન તસ માત ને તાત. ભવિ૦ ૧૪ ૧૨૧. મૃગાપુત્રની સઝાયો (૨) દુહા પ્રણમી પાસ નિણંદને સમરી સરસતી માય નિજ ગુરૂચરણ નમી કરી થશું મહા મુનિરાય.. ૧ સાય સરિતા ૨૨૫.
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy