SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ દાય ઉપાય બહુ કરી રે શ્રી સખી પામી પુત્ર સલુણા તે દંપતી આણંદીયા રે અબ રહેશે ઘર સુત... સલુણા ૪ પર્વ પજુસણ આવીયા રે અઠ્ઠમની કરે વાત સલુણા બાલુડો તે સાંભળી રે જાતિ સમરણ થાત... સલુણા ૫ અઠ્ઠમતપ ભાવે આદરી રે બાલ તો સ્તનપાન સલુણા લઘુ વયના સંયોગથી રે તનુઘુતિ હોત પ્લાન.. સલુણા ૬ માતા-પિતા તે દેખીને રે મનમાં ખેદ ન માય સલુણા મંત્ર તંત્ર મણિ ઔષધી રે કીધાં ક્રોડ ઉપાય... સલુણા ૭ મૂર્શિત થઈ ધરણી ઢળ્યો રે મૃત જાણી તે બાલ સલુણા લઈ ચાલ્યો તે ભૂમિકા રે પિતા પહોંચ્યો કાલ... સલુણા ૮ તપશકતે ધરણી પતિ રે આસન કંપ્યું તામ સલુણા અવધિજ્ઞાને દેખીને રે આવી તિહાં શિર નામ.. સલુણા ૯ અમૃતપાને સીંચીને રે રાજપુરૂષ દૂર કરંત સલુણા ધન હરતાં તે વારિયા રે શચી ભાખે વિરતંત... સલુણા ૧૦ ઓચ્છવશું ઘરે મૂકીયા રે ઈદ્ર ગયા નિજ ધામ સલુણા લોક સવિ હરખે કરી રે નાગકેતુ ધર્યા નામ... સલુણા ૧૧ છઠ્ઠ અઠ્ઠમ તપસ્યા કરે રે ધારે શીલ મહંત સલુણા ચૈત્ય સંઘ નૃપ લોકને રે વ્યંતરથી વારંત... સલુણા ૧૨ એક દિન જિનવર પૂજતાં રે અંગે ડસ્યો ભૂજંગ સલુણા ભાવના રસપૂર રંગમાં રે ધ્યાન શુકલ ધરે અંગ... સલુણા ૧૩ શ્રેણી ક્ષેપક કેવલ લહ્યો રે મહીતલ કરે રે વિહાર સલુણા શૈલેષી કરણે કરી રે કરે શિવરમણીશું પ્યાર... સલુણા ૧૪ ઓગણીસે ઓગણત્રીસમાં રે શ્રાવણમાસ સુદ બીજ સલુણા વિનયવિજય પદ સેવતાં રે ભરપૂર દીયો ઉપદેશ... સલુણા ૧૫ ૮૮. નાગદત્ત શેઠની સજઝાય નગરી ઉજ્જયિની રે નાગદત્ત શેઠ વસે યશોમતી નામે નાર રે પુત્ર છે નાનો રે તેહને વાલો નાણું વિવિધ પ્રકારો રે મમ કર મમતા રે સમતા આદરો-૧ આ સક્ઝાય સરિતા ૧૭૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy