________________
સાથે દમયંતીનો સથવારો. નથી. ૪ જાગી નળરાજા જુએ છે, દમયંતીનું સુખ સાલે છે;
ચીર અધું લઈને ચાલે છે. નથી૫ જાગી દમયંતી જુએ છે, નળરાજાને કંઈ નીરખે છે;
| ‘નળનળ’ કરતી ઝંખે છે. નથી૬ તિહાં વાઘ વરૂ પણ ત્રાસે છે, દમયંતી જેઈને નાસે છે;
વનદેવી જેની પાસે છે. નથી. ૭ નવપદનું સ્મરણ કરતી, પછી પીયર મારગ સંચરતી;
વરસ સમ દિનરાત ધરતી. નથી. ૮ બાર વરસ વિત્યા જ્યારે, નળરાજા મળ્યા તેહને ત્યારે;
મુનિ માણેક ગુણ ગાવે ત્યારે. નથી. ૯ ( ૮૧. (ખ) નળ દમયંતીની સઝાય (૨) સમરી રંગે શ્રુતની દેવી, નીજ ગુરૂ કેરા ચરણ નમેવી નળ દવદંતી દંપતી ગાશું, જસ જગવાસી ત્રિભુવન વાસું. ૧ નયરી અયોધ્યા નિષેધ નરેશ, તસ સુત નળ નૃપ અતિ સુવિશેષ કુંઠિનપુર નૃપ ભીમતી પુત્રી, પરણી જૈમી શીલ પવિત્રી... ૨ કુબેર ભાઈશું ક્યું રમી હાય, રમતાં ન રહ્યો કહેનો વાય ભેમી સાથે નળ વન આવે કમેં સહુને સુખ દુઃખ પાવે... ૩ વ્યસને ઉત્તમ પણ નર ચૂકે સૂતી અબાળા વનમાંહિ મૂકે જાગી જૂએ પતિ નવિ દેખે, તવ દુ:ખ પામે નારી અલેખે... ૪ વન ફળ લેવા પિયુ ગયો વનમાં, જાણે કામિનિ એવું મનમાં પિયુ રૂપ દેખી કે વનદેવી, લેઈ ગઈ ચિંતે વાત તે એવી.. ૫ જાયું પિયુડો મૂકી ચાલ્યો, વિરહે વાહલો હિયડે ચાલ્યો મારા મોહને શું કીધું રે, મુજને છેડી. બહુ દુ:ખ દીધું... ૬ અબળા સાથે જોર ન કીજે, સૂણી સૂણ સાજન છેહ ન દીજે દક્ષિણ કર તણી દીધી વાય, છાંડી તવ તે કિમ હુવે સાચ... ૭ હઈ હઈ દરિશણ દુઃખ ન ખમાવે તુજ વિણ વલ્લભ દિન કિમ જાવે રોતી જોતી હિડે ફરતી માર્ગ દીયે તો પેસ ધરતી... ૮ ઈમ વિલવંતા પિયુ નવિ દીઠો, હઈ હઈ હૈયડાં કાં થયો ધીક્કો
આ સક્ઝાય સરિતા