________________
છાતી તે લાગી ફાટવારે ભાઈ નયણે વછુટયાં નીર રે... માધવ એમ બોલે ૧ બે બંધવ મળીને તિહાં રે ભાઈ વાત કરે કરૂણાય દુઃખ સાલે દ્વારિકા તણું રે ભાઈ અબ કીજે કવણ ઉપાય રે.. માધવ૦ ૨
ક્યાં રે દ્વારિકાની સાયબી રે ભાઈ કિહાં ગજદલનો ઘાટ સ્વજન મેળાવો કિહાં ગયો રે ભાઈ ક્ષણમાં હુઆ ઘણા ઘાટ રે.. માધવ૦૩ સારથી ઘોડા રથ બળે રે ભાઈ બેંતાલીસ બેતાલીસ લાખ અડતાલીસ કરોડ પાળા હતા રે ભાઈ ક્ષણમાં હુઈ ગયા રાખ રે... માધવ૦૪ હળધરને હરિજી કહે રે ભાઈ ધિક કાયરપણું મોય નગરી બળે મુજ દેખતાં રે ભાઈ મુજ જોર ન ચાલે કોય રે... માધવ૦ ૫ નગરી બળે મુજ દેખતાં રે ભાઈ રાખી ન શકું ? જેમ ઈદ્ર ધનુષ મેં ચડાવીયું રે ભાઈ એ બળ ભાંગ્યું કેમ રે... માધવ૦ ૬ જિણે દિશે જોતાં તેણી દિશે રે ભાઈ સેવક સહરત્ર અનેક હાથ જોડી ઉભા ખડા રે ભાઈ આજ ન દીસે એક રે... માધવ૦ ૭ મોટા મોટા રાજવી રે ભાઈ શરણે રહેતા અહી ઉલટો શરણો તાકીયો રે ભાઈ વેરણવેળા આંહીં રે... માધવ૦ ૮ વાદળ વીજ તણી પરે રે ભાઈ બુદ્ધિ બદલાયે સોય ઈણ દુનિયામાં આપણો રે ભાઈ સગો ન દીસે કોય રે... માધવ૦ ૯ મહેલ ઉપગરણ આયુધ બળે રે ભાઈ બળે સહુ પરિવાર આ આપદા પૂરી પડી રે ભાઈ કીજે કવણ વિચાર રે... માધવ૦ ૧૦ વળતાં હળધર ઈમ કહે રે ભાઈ પ્રગટયાં પૂર્વના પાપ બીજું તો સઘળું રહ્યું રે ભાઈ માંહીબળે માય ને બાપ રે... માધવ૦ ૧૧ દોનું બંધવ માંહી ધસ્યા રે ભાઈ નગરીમાં ચાલ્યા જાય રથ જોડીને તેણે સમે રે ભાઈ માહી ઘાલ્યા માત ને તાત રે... માધવ૦ ૧૨ દોનું બંધવ જુતીયા રે ભાઈ આવ્યા કોટ ને માંય દોનું બંધવ બહાર નીકળ્યા રે ભાઈ દરવાજો પડીયો આંય રે... માધવ૦ ૧૩ પાછું વળીને જુએ તિહાં રે ભાઈ થયા ઘણા દિલગીર છાતી તે લાગી ફાટવા રે ભાઈ નયણે વછૂટ્યા નીર રે... માધવ૦ ૧૪ હળધરને હરિજી કહે રે ભાઈ સાંભળ બાંધવ વાત કેણી દિશે આપણે જાઈશું રે ભાઈ તે દિશા મને બતાવ રે... માધવ૦ ૧૫
૧૩૮
સઝાય સરિતા