________________
ઢાળ ૨ રાજા મનમોદે કરી રે સૈન્ય સજે તેણી વાર ભદ્રક જાતી મદ ભર્યા રે કુંજર સહસ અઢાર રે
માનગજે ચઢ્યો દશારણભદ્ર ભૂપાલ રે... માનગજે૦ ૧ ચોવીસ લાખ તુરંગમાં રે અથરતન અનુહાર રવિરથ પર હરિ જોતર્યા રે રથ એકવીસ હજાર રે... માનગm૦ ૨ યુધિષ્ઠિર ભટ પાયકા રે કોડી એકાણું સફાર એક હજાર અંતેઉરી રે બેઠી સુખાસન સાર રે... માનવજે. ૩ મુગટ બદ્ધ અવનીપતિ રે પંચસયા પરિવાર પંચવરણ ફરકે તિહાં રે ધ્વજવર સોલ હજાર રે... માનવજે૪ ચિંહ દિશે ચામર ઢળે રે ઉજવલછત્ર ધરંત પટ્ટગજે પૃથવીપતિ રે બેઠો લીલ કરંત રે... માનગજે. ૫ નાટક નાદ રસે ચઢ્યો રે નિજઋદ્ધિ સઘળી રે જોયા મનચિતે મહિમાનીલો રે મુજ સમ અવર ન કોય રે... માનગજે૦ ૬ સોહમપતિ અવધે કરી રે ચિતે અચરજ દેખ ભૂપતિ જિનવંદન કરે રે પણ અભિમાન વિશેષ રે.. માનગm૦ ૭ તીર્થંકર અરિહા પ્રભુ રે વંદિત અમ નરિંદ કેવલજ્ઞાન દિવાકર રે જગત શરણ જિનચંદ રે... માનવજે. ૮ ભરત સગર કેશવ વળી રે પૂર્વે વાંધા નિણંદ તે આગળ એ નરપતિ રે જિમ રવિ આગળ ચંદ રે... માનગેજ૯ સાહમ્પીના સગપણ ભણી રે સમજાવું એક તાન ટાળું જિન આશાતના રે ગાળું એહનું માન રે... માનગેજ૦ ૧૦ ઐરાવણ સુર તેડીયો રે પરિપરિ તસ સમજાય ઋદ્ધિ વિમુર્તી અભિનવી રે વીર નમન હરિ જાય... માનગેજ૦ ૧૧
ઢાળ ૩ માન કરશ્યો નવિ માનવીજી માનથી નીચગતિ જોય રે ભૂપ અભિમાન ભંજન ભણીજ વિહિત વાસવ બલ સોય રે... માનવ ૧ ચોસઠ સહસ હસ્તિ ભલાજી ઉન્નત અંગ મનોહાર રે દંતી દંતી પ્રતિ જુજુ આજી મસ્તક પાંચસે બાર રે... માનવ ૨
આ સક્ઝાય સરિતા
( ૧ ૨૯