________________
ઉભરાયોજી
વયણ સુણીને હઈડે ડહડહી આંસુડાં સંયમ મારગ બેટા દોહિલો તું છે કુમળી કાયોજી... ભાવે ૮ ધન કણ કંચન માલ અછે ઘણો વળી બત્રીસ વહુવારોજી
ભોગ સંયોગ વચ્છ ! તુમે ભોગવો પછી તજ્જો સંસારોજી... ભાવે ૯ થાવો કહે સુણો મોરી માવડી વચન કહું વિશાલોજી
તન ધન જોબન એ સવિ કારમું જાણો સુપન જંજાલોજી... ભાવે ૧૦ જી જી કરતાં રે દિનકર આથમે કિમ ખમશો ટુંકારોજી ખિણ ખિણ ભોજનનું કુણ પૂછશે અરસ નીરસ આહારોજી... ભાવે ૧૧ જંગલ માંહે રે સુણ મોરી માવડી ભૂખ તરસ સહે અપારોજી
પાણી ભોજન કહો એ કુણ કરે વન વગડાની સારોજી... ભાવે ૧૨ નારી બત્રીસે રે વળી વળી વિનવે અલવેસર અવધારોજી અવગુણ અમને રે ફુણ કહે વાલમાં કાં મેલો નિરાધારોજી... ભાવે ૧૩ પહોંચે સ્વારથ જયાં લગે જેહનો ફુણ નારી કુણ માતોજી
સ્વારથ વણસે રે કોકેનો નહિં માનો માનુની વાતોજી... ભાવે ૧૪ જબ લગે જીવું રે સુણ મોરા નાનડા મ કરીશ વ્રતની વાંતોજી
વળતું સંયમ તુજને જો રૂચે તો લેજે ભલી ભાંતોજી... ભાવે ૧૫ પહેલાં પુંઠે રે ખબર ન કો પડે તું છે ભોળી માતાજી
ડાભ અણીજલ ચંચલ આઉખું ખિણ મેં વિણસી જાયેજી... ભાવે ૧૬ લેઈ અનુમતિ રે કુંવર હજારસું નેમિ જિનેશ્વર શિષ્યોજી
સંયમ પાળી રે તન મન વશ કરી છોડી તન ધન સારોજી... ભાવે ૧૭ પાળે સંયમ સાધુ ક્રિયા કરી ભણીયા અંગ અગીયારોજી
અવસર જાણી રે અણસણ આદરે સાથે સાધુ હજારજી... ભાવે ૧૮ શ્રી શેત્રુંજય રે ઉપર સિદ્ધ થયા મુગતે ગયા દુ:ખ છોડીજી વિબુધ શિરોમણી દીપવિજય તણો શ્રી ધીરનમે કરજોડીજી... ભાવે ૧૯
૬૭. દશાર્ણભદ્રમુનિની સજ્ઝાય (ઢાળ-૫)
દુહા પંકજ ભૂતનયા નમી શુભ ગુરુ ચરણ પસાય વિશદ દશારણ ભદ્રજી ઘુણસ્યું મહામુનિરાય...૧
DO
સજ્ઝાય સરિતા
૧૨૭