________________
મુવારી... જેના
આભુષણ લઈનસના દોરડે... જુએ
મારા જેવી ભૂંડી નથી કહ્યું... છેવટની વાત નિરધારી ઝાઝું કહેશો તો જોયા જેવું થશે... નક્કી હું કુવે પડનારી... જેના૦ જાઓ ખુશીથી જવું હોય ત્યાં... હું નહિ ધરુ લાચારી તારા વિના રહીશ એકલી... સાચી છે વાત અમારી... જેના ૧૦ ચાલી કુંભારજા કુવાના કાઠે... અંદર જુએ છે તે પાણી હિમ્મત ન ચાલી જોતાં પાછી ફરી ભમરાળી.. જેના૦ ૧૧ લોભ જાગ્યો ત્યાં ઢોલીના દિલમાં... દીધાં આભુષણ ઉતારી કંકણ લેવાને ગળે ફાંસી બતાવ્યો.. કીધી પોતાની ખુવારી.. જેના૦ ૧૨ લટકી રહ્યો ઢોલી ફાંસાના દોરડે... જુએ કુંભારજા નારી આભુષણ લઈને પાછી આવી ઘેર... નાથ ! ઉઘાડો દ્વારની બારી...
જેના ૧૩ આજ થકી નાથ પજવું નહિ તમને.. લાગું છું પાય હાથ જોડી અનુભવ જ્ઞાનથી સમજું છું સાનમાં... જોઈ દશા કફોડી... જેના ૧૪ વર્ણવ્યો સંવાદ આ કુંભારજા નારનો... સાથે છે લોભની ખુવારી.. કંચન-કામિનીથી જે નર દુર રહેશે. માણેકમુનિ કહે વરે શિવનારી.
જેના ઘરમાં...૧૫ [2] ૩૬. કોણિકરાજાની સઝાય
(રાગ : હો ભાઈ ! શું આ વેરલું વાળ્યું...) યિા રે ભવનું વૈર કપુત આ તે વાળ્યું; તારા જનકને પિંજર નાંખી, પેટ જ મારું બાળ્યું રે. ક્યિા. ૧ આવું કરતાં તુજને પાપી, લાજ ન આવી કાંઈ; બુદ્ધિ કુબુદ્ધિ તે ઉપજાળી, રાજય લોભે લલચાઈ રે. કિયા. ૨ ગર્ભે આવ્યો તે મુજ જ્યારે, તેની શું વાત જ કહેવી; તારા પિતાનું માંસ જ માંગ્યું, બુદ્ધિ તે કીધી એવી રે. કિયા૩ પાપીઠ તારો જનમ થાતાં, રીસ ચઢેલ અપારી રે; ઉકરડે તુજને નંખાવ્યો, દુષ્ટ પુત્ર મેં ધારી રે. કિયા૪ શ્રેણીક રાયે વાત જ જાણી, તુર્ત તુને મંગાવ્યો; પુત્ર પ્રતિ અતિ હેત જ આણી, અતિ તને હલરાવ્યો રે. ડ્યિા૫ સ્નેહ આવો તુજ ઉપર રાખ્યો, ત્યારે તે આવું કિધું;
સક્ઝાય સરિતા
--