________________
મૂળી વેચી રે ન શક્યો તે ઘરમાં ઠવી ખોળ ખાવારે આવ્યો દીનપણું ચવી
ચવી દિનપણું મુરખ વિપણથી ઉછીનો ખોળ આણીઓ કનક માટલી માંહે ઘાલી રાંધે મૂરખ પ્રાણીયો મૂળી કેરા ખંડકાપી અગ્નિમાં ક્ષણક્ષણ ધરે
તેહ તણો પરિમલ અતિઅનર્ગલ સબળ સઘળે વિસ્તરે... ૩ એહવે એકરે ધનદસમ અવતારીઓ ઈણવખતે રે તેહપંથે વ્યવહારીયો જાતાં થકાં રે ગંધ તેને ઘણો આવીયો વન ભીતર રે ભારે વિસ્મય પામીયો
પામીયો તે ગંધ ક્યાંથી લાવના ચંદન તણો એહવો ઉદાર છે કવણ ભોગી દ્રવ્ય એમ કેહને ઘણો તે ગંધને અનુસાર આવે ગેહ કઠીયારા તણે
વગર વિચાર્યું કાર્ય દેખી શેઠ શિખામણ ભણે... ૪ અરે મૂરખ રે મમ કર તું અકાજ રે કાંઉ બાળે રે બાવના ચંદન આજ રે તેને આપું રે તોલી કનક બરોબરે સુખ ભોગવ રે ભામિની સુંદર મંદિરે
મંદિર સુંદર કયું પુરંદર કરે વિનોદ વિલાસ રે એ રયણ રૂડા જાળવે તો પૂરવું તુજ આશ રે મૂર્ખ સમજે નહિં અકિંચન રયણ વિણસાડે જડો
મન ખેદ ધરતો ઘર સિધાવે શેઠ એ ઉપનય વડો... ૫ ભવ પાટણ રે વિસ્તાર ભૂમિ વખાણીએ મતિ જાડી રે જીવકબાડી જાણીએ રૂડીકાયા રે કનાણી એ માટલી પાંચ ઈદ્રિય રે જ્યોતિ રત્ન ઉપર વળી
ઉપર વળી રૂચી રત્ન કેરી વિષય ખોલ અસાર એ તેહ તણે કાજે આયું ચંદન દહે મૂઢ ગમાર એ નિજ કાય ઈદ્રિય કનક રણ કાંતિ સકલ કહે વૃથા
એહવાત જગ વિસ્તાર પામી તેલ જળમાંહે યથા... ૬ શેઠ સદ્ગુરૂ રે પ્રીતી ધરે પ્રતિબોધવા ઉપગારી રે દીયે ઉપદેશ તે નવનવા નવિ બૂઝે રે ભારેકમ જીવડો જાતી અંધો રે શું કરે તસ દીવડો
દીવડો શું કરે સદ્ગુરૂ વિષય અંધા જે જના
એ કળા સારી ગુરૂ કેરી વૃથા નિર્મલ દલ વિના એહ સુણી ઉપનય વિષય વિષ સમ વિષય ખોળ સવિ વામીએ ગુણવિજય અધિપતિ વીર જંપે પરમપદવી પામીએ... ૭
સક્ઝાય સરિતા